બાબરા નજીક ગળકોટડીમાં મહીલાને માર મારવાના ગુનામાં એલસીબીની ટીમે આરોપીઓને ઝડપી પાડયા

અમરેલી,
અમરેલી જિલ્લામા બનતા મારા મારીના ગુન્હાઓના આરોપીઓને સત્વરે તીજ પાડવા સુચના આપેલ હોય, જે અન્વયે આવા પ્રકારના ગુન્કાઓ આચરી અને પોતાની ધર પકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીને પકડવા સારૂ પોલીસ અધિક્ષક શ્રી તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારીની સુચના મુજબ એલ.સી.બી.શાખા તથા બાબરા પોલીસ સ્ટેશન ના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી આરોપીઓ બાબતે સઘળા પ્રયત્નો કરવા માર્ગદર્શન આપેલ હોય,બાબરા પોલીસ સ્ટેશનના મારામારીના બનાવમાં તા.12/12/202રના રોજ રજી. થયેલ જેમા આ કામના ફરી. બહેનના પતિ મરણ જતા તેણે બીજા સાથે કોર્ટમા લગ્ન કરેલ હોય તે બાબતેનુ મનદુખ રાખી ફરી. તેના છોકરા લઇને ગળકોટડી ગામે જતા આ કામના ભોગબનનાર/ફરીયાદી ના નણંદ તથા દેરાણી તથા નંણંદના પતિ તથા અન્ય એક મહીલા દ્રારા પોતાના ભાઇનાઅવસાન બાદ બીજા લગ્ન કેમ કરેલ તે બાબતે ગાળો આપી તકરાર કરેલ તેમજ મહીલાને ધસડીને ઘરના પીલોર પાસે લઇ જઇ બન્ને બાજુથી હાથ પકડી રાખી લાકડીના ત્રણ ચાર ઘા સાથળના ભાગે મારમારી મુંઢ ઇજા કરી તેમજ માથાના વાળ પકડી ધસડી કાતરથી ફરી.ના માથાના વાળ કાપી નાખી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરવામા એકબીજાએ મદદગારી કરી મે અધિક જીલ્લા મેજી.અમરેલીના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરેલ હોય જે આ ગુનન્હાના કામે અગાઉ ત્રણ મહીલા આરોપી તથા આ બનાવનો વીડીયો ઉતારનાર અને ઉશ્કેરણી કરનાર પુરૂષ આરોપીને ગુન્હાના કામે અટક કરવામા આવેલ જે પૈકી બે મહીલા આરોપી તથા એક પુરૂષ આરોપી હાલ અમરેલી જીલ્લા જેલમા છે.તેમજ આ કામનો મુખ્ય નાસતો ફરતો આરોપી હીકાભાઇ બાલાભાઇ ખટાણા તથા ફરી.ના વાળ કાપનાર મહીલા આરોપી ચકુબેન વા/ઓ મુનાભાઇ ચારોલીયાની અમરેલી એલ.સી.બી.શાખા તથા બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમોએ સઘળા પ્રયત્નો કરી ઘુઘાબેન વા/ઓ હીરજીભાઇ ઉર્ફે હીકાભાઇ બાલાભાઇ ખટાણા ઉ.વ.35 રહે.ગળકોટડી તા.બાબરા જી.અમરેલી, સોનલબેન ઉર્ફે ફાદુબેન વિજયભાઇ પોપટભાઇ વાઘેલા ઉ.વ. 25 રહે.ગળકોટડી તા.બાબરા જી.અમરેલી, દેવરાજભાઇ સવાભાઇ વાઘેલા ઉ.વ. 20 રહે.કેશવાળા તા.ગોંડલ જી.રાજકો ટ, લાખુબેન વા/ઓ બાલાભાઇ લવજીભાઇ ખટાણા ઉ.વ.70 રહે.ગળકોટડી તા.બાબરા જી.અમરેલી, હીરજીભાઇ ઉર્ફે હીકાભાઇ બાલાભાઇ ખટાણા ઉ.વ.42 રહે.ગળકોટડી તા.બાબરા જી.અમરેલી, ચકુબેન વા/ઓ મુનાભાઇ ચારોલીયા ઉ.વ. 35 રહે.જુના પીપળીયા તા.જસદણ જી.રાજકોટને પકડી પાડેલ છે.અને બંનેને બાબરા પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી ઉપરોક્ત ગુન્હા કામે ધોરણસર અટક કરી, આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.આ ગુન્હાના કામના તમામ આરોપીઓને ગણતરીના દિવસોમા પકડી પાડવામા આવેલ છે.