બાબરા નજીક ચમારડીમાં યુવતીનું ગળાફાંસો ખાઇ જતા મોત નિપજયું

અમરેલી,

બાબરા તાલુકાના ચમારડી ગામે રહેતા દિપ્સાબેન મગનભાઇ મયૈત્રા ઉ.વ.18 છેલ્લા એક અઠવાડીયાથી તેની માતા પાસે મોબાઇલ ફોન લઇ આપવા માંગણી કરતી હોય.પરંતુ માતાએ કહેલ કે તારો ભાઇ મયુર હાલ સુરત હોય અને કાંઇ કામ ધંધો ચાલતો ન હોય થોડા દિવસ પછી તને ફોન નથી લઇ દેવો તેમ વાત કરેલ જેથી પોતાને લાગી આવતા ઘરની ઓસરીમાં પંખા સાથેદોરડુ બાંધી ગળાફાંસો ખાઇ જતા મૃત્યુ પામ્યાનું માતા વસંતબેન મગનભાઇ મયૈત્રાએ બાબરા પોલીસમાં જાહેર કરેલ