બાબરા નજીક ચરખા ગામની સીમમાં વોકળામાં નહાવા પડેલા તરૂણનું મોત

  • તરતા આવડતુ ન હોવાથી ડુબી જતા મોત નીપજયાનું જાહેર કરાયું

અમરેલી,
બાબરા તાલુકાના ચરખા ગામની સીમમાં ભરતભાઇ ટપુભાઇ શીયાણીની વાડી પાસે આવેલ વોકળામા મેહુલ જશાભાઇ સુસરા ઉ.વ.11 નહાવા પડયો હતો.જેમને તરતા આવડતુ ન હોવાથી પાણીના ઉંડા ખાડામાં ડુબી જવાથી મોત નિપજયાનું નાજાભાઇ બાલાભાઇ સુસરાએ બાબરા પોલીસ મથકમાં જાહેર કર્યુ છે.