બાબરા નાગરિક બેંકમાં બે ડીરેક્ટરોની 11 મીએ પેટા ચુંટણી

બાબરા,
બાબરા ખાતે 1979 માં સ્થપાયેલી પ્રથમ આર્થિક માતૃસંસ્થા અને 15 કરોડ નું આર્થિક વર્કિંગ કેપિટલ ધરાવતી નાગરિક સહકારી બેંક માં ખાલી પડેલી બે ડીરેક્ટરો ની જગ્યા માટે આગામી તા.11/6/23 રવિવાર ના રોજ પેટા ચુંટણી યોજાનાર છે મળતી વિગત મુજબ ગત જનરલ ચુંટણી માં એકપણ ફોર્મ રજુ નહી થતા ખાલી રહેલી અનુસુચિત જાતી સીટ અને ચુંટાયેલ ડીરેક્ટર ના અવસાન થી ખાલી પડેલી જગ્યા ગણી કુલ બે સીટ માટે પેટા ચુંટણી યોજાનાર છે બેંક વર્તુળ ના જણાવ્યા મુજબ 2354 મતદાર સભાસદ માંથી 66 ડીફોલ્ટર મતદાર સભાસદ ની બાદબાકી થી કુલ 2288 મતદાર સભાસદ પોતાનો મતાધિકાર ભોગવશે અનુસુચિત જગ્યા માટે હરેશભાઈ રામજીભાઈ મેવાડા તથા પ્રેમજીભાઇ લક્ષ્મણભાઈ મારૂ તેમજ જનરલ બેઠક માટે બાબુભાઈ અમરશીભાઈ કારેટીયા,પ્રકાશભાઈ રમણીકભાઈ મકવાણા,જગદીશભાઈ કાનજીભાઈ વાવડીયા,હરેશભાઈ મનુભાઈ શેલીયા દ્વારા પોતાના ઉમેદવારી પત્રો રજુ કર્યા છે.
તા.3 ના રોજ ઉમેદવારી પત્ર ચકાસણી અને તા.5 ના રોજ ફોર્મ પરત ખેચી શકાશે જયારે તા.11 ના સ્વેછીક મતદાન યોજાશે નાગરિક સહકારી બેંક ના ચેરમેન મનોજભાઈ જોગી તેમજ વાઈસ ચેરમેન ભરતભાઈ ભારદીયા ના જણાવ્યા મુજબ બાબરા ની બિન રાજકીય પ્રથમ આર્થિક માતૃ સંસ્થા માટે યોજાતી પેટા ચુંટણી માં મતદાર સભાસદો વધુમાં વધુ મતદાન કરી અને પોતાના પ્રતિનિધિ ચુંટી કાઢે તેવી અપીલ કરી છે.