બાબરા ના દરેડ ગામથી મહાકાયા અજગર ને વન વિભાગ દ્વારા પકડી પાડાયો

બાબરા તાલુકા ના દરેડ ગામે ગઇકાલે રાત્રે ના સમયે દરેડ થી હીરાણા ના રસ્તે માણસુરભાઇ ભીમભાઇ ગરૈયા ની વાડી પાસે થી મહાકાયા અજગર 8 ફુટ લાંબો અજગર દેખાયો હતો આ બાબતની જાણ સરપંચ વનરાજભાઇ વાળા ને થતા તેવો એ બાબરા વન વિભાગ ને જાણ કરી વન વિભાગ ના અધિકારીઓ દ્વારા જાળ બિછાવી ને અજગર ને પકડી પાડીયો હતો અજગરે સસલા નુ મારણ કર્યુ હતુ લોકો રાત્રે અજગર ને જોવા સીમ વિસ્તાર મા એકઠા થયા હતા