બાબરા ની ચમારડી ગામે ભારે પવન ના કારણે મહાકાય વૃક્ષ ધરાસાયી થતા બે ને ગંભીર ઈજા

બાબરા ,બાબરા ના ચમારડી ગામે ભારે પવન ના કારણે એક મહાકાય વૃક્ષ ધરાસાઇ થયું હતું. તે જ સમયે ત્યા થી બાઈક લઈ એક યુવાન સાથે આધેડ નીકળ્યા હતા. અને આ વૃક્ષ બાઈક ચાલક ની માથે પડતા બાઈક ચાલક ડાયાભાઇ મોણપરા અને પાછળ બેઠેલા આધેડ નંદુબેન કોલડીયા, ઉ,મ 70 મહિલા પર પડતા બને ને ગંભીર ઈજા થવા પામેલ હતી. આ બંને ઈજાગ્રસ્ત ને 108 મારફત બાબરા સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા વધુ સારવાર માટે રાજકોટ રીફેર કરવામાં આવ્યા હતાં.