બાબરા પંથકનાં ગ્રામ્ય વિસ્તારોમાં અતિ વરસાદના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ

રાણપર,
બાબરા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા રાણપર, નડાળા, થોરખાણ, ઈસાપર, ગરણી, લોનકોટડા, લોઘણવદર, સહિતના વિસ્તારોમાં ઘણા સમયથી સતત વરસાદ વરસી રહ્યા છે ત્યારે ખેડૂતો ને મુખ્ય પાક તલ મગફળી કપાસ તેમજ કઠોળ ના મા સતત વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાતા ઉભો મોલ ચુકાવા લાગ્યા છે મોંઘાદાટ બિયારણ દવાઓ નો ખરશો કરી ખેડૂતો ચિંતા છે કે પાક નિષ્ફળ જતા ખેડૂતો પાયમાલ થઇ ગયા છે અને કોરોના મહામારી મંદિ બાદ અતિવૃષ્ટિ ના કારણે ખેડૂતો પાયમાલ થઇ છે ત્યારે રાજય સરકાર સવે કરી યોગ્ય સહાય કરે એવી ખેડૂતો ની માંગ છે.