બાબરા પંથકમાં અફીણની ખેતી ઉપર ત્રાટકતી પોલીસ

  • પાંચાળ પંથકમાં અફઘાનીસ્તાનની જેમ અફીણનું વાવેતર થઇ રહયુ હોવાની બાતમી પરથી શ્રી નિર્લિપ્ત રાયની ટીમ ખાબકી 

બાબરા, અમરેલી જિલ્લામાં અને સૌરાષ્ટ્રમાં અવાર નવાર ગાંજાનું વાવેતર પકડાઇ છે પરંતુ સૌરાષ્ટ્રમાં આજ સુધી અફીણનું વાવેતર પકડાયુ નથી પરંતુ આધારભુત સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ બાબરા પંથકમાં પોલીસ દ્વારા અફીણની જબરી ખેતી ઉપર છાપો પાડવામાં આવ્યો હોવાનું અને પોલીસ દ્વારા અતિ ગુપ્તતાથી ઓપરેશન શરૂ હોવાનું જાણવા મળેલ છે.ભાજપમાં રાજસ્થાન તથા વિદેશમાં અફઘાનીસ્તાન જેવા વિસ્તારોમાં અફીણની ખેતી થાય છે અફીણમાંથી તેની બાય પ્રોડક્ટ તરીકે પોષના ડોડવા સહિતના નશીલા પદાર્થો બને છે આજ સુધી સૌરાષ્ટ્રમાં ક્યારેય એવુ સાંભળવા મળ્યુ નથી કે અહીં અફીણની ખેતી થતી હોય ઘણી વખત ચલમમાં પીવાતો ગાંજો અને તેનું વાવેતર પકડાતુ હોય છે પરંતુ અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા બાબરાના ખંભાળા પાસેના સીમ વિસ્તારમાં દોઢેક વિઘા જેટલી જમીનમાં અફીણની ખેતી ઝડપાઇ છે ખેતી કેવડી છે, કેટલો મુદામાલ છે, કોણ કોણ સંડોવાયેલુ છે ? તેની તપાસ બે દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે પણ અફીણની ખેતી ઝડપાયાના સમાચારે જિલ્લાભરમાં ખળભળાટ મચાવી દીધો છે.