બાબરા પંથકમાં પવનચક્કી તથા સોલાર પ્લાન્ટ દ્વારા થતી ગેરકાયદેસર પ્રવૃતિઓની સામે તંત્ર દ્વારા આખ આડા કાન

અમરેલી,
જિલ્લાના બાબરા તાલુકામાં 300 પવનચક્કી તથા સોલાર પ્રોજેક્ટ દ્વારા થતી વ્યાપક ગેરકાયદેસર અને પર્યાવરણ સહિત ગૌચર જમીનો, સરકારી પડતર જમીનો અને ફોરેસ્ટ વિભાગની આબાદીત જમીનોમાં સરકારી બાબુઓ અને રાજકારણીઓની મીઠી નજરથી બધા કામો ચાલતા હોવાની લોક ફરિયાદો ઉઠવા પામેલ છે.આ વિસ્તારનાં લોકોમાં થતી ચર્ચા મુજબ કંપનીઓ દ્વારા વિજપોલ ઉભા કરવા, અનઅધિકૃત રીતે વાહનોપસાર કરવા તથા વિજ વાયરોને મુખ્ય ફાઉન્ડેશન સહિતનાં મોટાભાગનાં કોન્ટ્રાક્ટ રાજકારણીઓનાં મળતીયાઓને આપી તેના બદલામાં તેનુ મો બંધ કરાવી ગૌચર જમીન અને સરકારી પડતર જમીનોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. આવા કામોનાં બદલામાં લાખો રૂપિયાનાં આર્થિક વ્યવહાર રોકડ અને બેંક મારફત થાય છે. આવી પ્રવૃતિઓથી આજુબાજુનાં દરેક ખેડુતો હેરાન પરેશાન છે. જો સમયસર સરકાર તરફથી ગેરકાનુની પ્રવૃતિ અટકાવવા કોઇ પગલા નહીં લેવાય તો ગ્રામ્ય લેવલે સભાઓ કરી મોટી સંખ્યામાં ખેડુતો જોડાશે અને ગાંધી ચિંધ્યા રાહે આંદોલનનો રાહ લેશે તેવો લોકમિજાજ દેખાઇ રહયો .