બાબરા પીયરમાં પરિણીતાનું ગળાફાંસો ખાઇ લેતા મોત

  • પતિએ ઝેરી દવા પી મૃત્યુ પામતા આઘાતમાં પગલુ ભર્યાનું જાહેર કરાયું

અમરેલી,
બાબરા પીયરમાં રહેતી ગંગાબેન રાહુલભાઇ મેવાડા ઉ.વ.21ના લગ્ન ત્રણ વર્ષ પહેલા હરસુખપુર ગામે રાહુલભાઇ રમેશભાઇ મેવાડા સાથે થયેલ હતા. પતિ રાહુલ તા.11/3/21ના પોતાના ગામે ઝેરી દવા પી જતા મોત નિપજ્યુ હતુ. જેના આઘાતથી ગંગાબેને પિયર બાબરામાં આડસર સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઇ લેતા મોત નીપજ્યાનું કાંતાબેન દિનેશભાઇ ખુમાણે બાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.