બાબરા બેંક ઓફ બરોડાના મેનેજર સહિત છ કર્મચારીઓ પોઝિટિવ આવ્યા : વધુ બે કર્મચારીઓની તબીયત લથડી

બાબરા,
બાબરા બેંક ઓફ બરોડા નો આખો સ્ટાફ કોરોના પોઝિટિવ આવતા ફફડાટ વ્યાપી ગયો છે બેંકના મેનેજર સહિત છ કર્મચારીઓ પોઝિટિવ આવ્યા હતા બે દિવસ પહેલા હાલ એક કર્મચારી અને એક પટાવાળા એ તબિયત નાજુક બની ગઈ છે તેઓના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે બે દિવસ પહેલા બેન્કના કર્મચારી સહિત 6 લોકો પોઝિટિવ આવ્યા હતા આ બેંકમાં દરરોજના અનેક લોકો આવે છે .
પોઝિટિવ આવનાર બેંકના કર્મચારીઓ સાથે અમે લોકો સંપર્કમાં આવ્યા હતા મોટા ભાગના ઉદ્યોગકારો વેપારી ઓ ખેડૂતો બેંક ઓફ બરોડા માં દરરોજ માં અર્થ આવે છે તમામ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે તંત્ર દ્વારા કોરોના કેસ ના આંકડા છુપાવવામાં આવી રહીયા છે બાબરા શહેર અને તાલુકામાં કોરોના નો હાહાકાર મચાવ્યો છે તંત્ર માત્ર ગણીયા ગાંઠીયા કેસ બતાવે છે બુધવારી બજારમાં લોકો ખુલે આમ માસ્ક વગર ફરી રહીયા હતા નગરપાલિકા દ્વારા બેંક ને સેનેટાઈઝર કરવામાં આવી હતી.