બાબરા લાઠી લીલીયામાંથી 18 લાખની વિજચોરી પકડતી વિજીલન્સ

અમરેલી,અમરેલી જીલ્લામાં વધ્ાુ વિજ લોસ ધરાવતા ફીડરોમાંથી વિજ ચોરીના કેસ ઝડપી લેવા માટે છેલ્લા બે દિવસથી વડોદરાની વડી કચેરીની વીજીલન્સ ટીમ દ્વારા સતત ચેકીંગ હાથ ધરવામાં આવી રહયુ છે જેમાં ગઇ કાલે ધારી કુંકાવાવ,વડીયામાંથી 15 લાખની વિજ ચોરી ઝડપી લીધા બાદ આજ સવારથી બાબરા, લાઠી, લીલીયા તાલુકાના ગામોમાંથી વિજ ચોરીના કેસ ઝડપી લેવા 47 ટીમ દ્વારા સવારથી વિજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ જેમાં કુલ 684 જેટલા કનેકશનો ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી 130 કેસો વિજ ચોરીના ઝડપાતા રૂા. 18.20 લાખના વિજ બીલો બનાવવામાં આવ્યા હતા. આમ વિજીલન્સની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવતા વિજ ચોરોમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે. અમરેલી વિજ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર શ્રી જાડેજાના માર્ગદર્શન હેઠળ અને વીજીલન્સ ટીમના અધિકારી શ્રી ચૌધરીની આગેવાની હેઠળ છેલ્લા બે દિવસથી વિજ દરોડા પાડવામાં આવી રહયા છે. જેમાં ગઇ કાલે ધારી, ચલાલા, લીલીયા પંથકમાંથી વિજ ચોરીના કેસ ઝડપી લીધા બાદ આજ સવારથી બાબરા, લાઠી, લીલીયા તાલુકાના ખારા, ભોરીંગળા, નાના લીલીયા, સનાળીયા, નીલવડા, ખંભાળા, લાલકા, વાંકીયા, વાવડી, ચાવંડ, હીરાણા, મતીરાળા તેમજ બાબરા શહેરમાં 47 ટીમ દ્વારા વિજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. આ ચેકીંગ દરમ્યાન કુલ 684 જેટલા વિજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી 130 કેસમાં ગેર રીતી ઝડપાતા રૂા. 18.20 લાખના વિજ બીલ ફટકારવામાં આવ્યા હતા. આમ અમરેલી વિજ વર્તુળ કચેરી હેઠળના ગામોમાં વિજ ચેકીંગ હાથ ધરાતા વિજ ચોરોમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે. અને હજુ પણ જીલ્લાના વિવિધ તાલુકાઓમાં વિજ ચેકીંગ ચાલુ રાખવામાં આવશે તેમ વિજ વર્તુળ કચેરીના સુત્રોએ જણાવ્યુ હતુ.