બાબરા શહેરમાં પવનના સુસવાટા સાથે વરસાદનું જોરદાર ઝાપટું પડયું

બાબરા,બાબરા શહેરમા છેલ્લા એક અઠવાડિયા થી તાપમાન નો પારો ઉંચો હતો લોકો પરસેવે રેબઝેબ થઈ જાતા મેઘરાજાએ ભીમ અગીયારસના શુકન કરતા બાબરા સહીત અમરેલી જીલ્લામા મેધરાજા ઓળઘોળ બન્યા હતા બાબરા શહેર સવારથી અસહય બફારા બાદ બપોરે મેઘરાજા ની અમી વર્ષાથી ઠંડક પ્રસરી ગઇ હતી ગરમી થી લોકો રાહત મળી હતી તથા બાબરાના અમરેલી રોડ ઉપર આવેલ દ્વારકેશ સોસાયટીની આગળ બાવળનું ઝાડ પવન સાથે તુટી પડતા થોડી વાર માટે રસ્તો બંધ થયો હતો.