બાબરા,
બાબરામાં નાના બસ સ્ટેન્ડ તરફ આવેલ બઝારમાં ગિગેવ મોબાઈલ દુકાન માં ગત મોડી રાતે અચાનક આગ લગતા આસપાસ ના લોકો તેમજ બાજુમાં બેઠા લોકો માં દોડાદોડી થઈ હતી હજુ લોકો કઈ સમજે તે પેહલા દુકાનમાં આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું દસ થી પંદર ફૂટ સુધી લોકો ને દૂર ઉભા રહી પાણી નો મારો ચલાવી આગ કાબુ માં લેવાનો પ્રયત્ન કરવો પડતો હતો કારણે કે આગ નું વિકરાળ સ્વરૂપ અને મોબાઈલ ની બેટરી આગ ના કારણે ફાટતી હતી જેથી લોકો બહુ નજીક પણ નોહતા જઈ શકતા કારણકે મોબાઈલ બેટરીના ધડાકા જોરદાર થતા હતા
પોતાની મોબાઇલ શોપમાં આગ લાગી હોવાનું જાણ થતાં વેપારી હરેશભાઈ ધોળકિયા ઝડપથી પોતાની દુકાને આવી પહોંચ્યા હતા અને દુકાન ની હાલત જોય ભાંગી હતા આસપાસ ના લોકોએ પકડી સાંત્વના અને સધિયારો આપ્યો હતો નગરપાલિકા ના સભ્ય પીન્ટુભાઈ જસાણી ને ઘટના ની જાણ થતાં તાત્કાલીક અસરથી નગરપાલિકા ના ફાયર સ્ટાફ સાથે પહોંચી કલાકોની જહેમત બાદ આગ ને કાબુમાં લેવામાં આવી હતી જોકે ત્યાં સુધી તો દુકાન માં રાખેલ રોકડ રકમ અન્ય નવા મોબાઇલ તેમજ મોબાઇલ એસેસરીઝનો નો જથ્થો બળી ને ખાખ થઈ ગયો હતો દુકાનદાર હરેશભાઇ ધોળકિયા એ જણાવ્યું હતું કે પોતે અહીં સાત વરસથી મોબાઈલ નો વ્યવસાય કરે છે અને અગાવ દોઢ વર્ષ પહેલાં પણ શોટ સર્કીટ ના કારણે આગ લાગી હતી જોકે ત્યારે બધું નુકસાન થયું નોહતું પણ આજે આશરે પાંચ લાખ રૂપિયા નું અંદાજે નુકશાન થયું .