બારબાડોસ પ્રધાનમંત્રીએ કોરોના વેક્સિન આપવા બદલ વડાપ્રધાનનો આભાર માન્યો

બારબાડોસની જાણીતી ગાયિકા રૉબ્ન રિહાના ફેંટી કે જે રિહાન તરીકે જાણીતી છે તેણે તાજેતરમાં જ ખેડૂત આંદૃોલનને લઈને ટ્વિટ કરી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને બદનામ કરવાના પ્રયાસ કર્યા હતાં. તેમ છતાંયે ભારતે પોતાનું વચન પાળી બતાવ્યું છે અને કોરોના મહામારીમાં બારબાડોસને કોરોના વેક્સીનની ભેટ આપી છે.

ભારતે રિહાનાના ટ્વિટને નજરઅંદાજ કરી કોરોના વાયરસની એક લાખ વેક્સીન મોકલી આપી છે. બારબાડોસની પ્રધાનમંત્રીએ કોરોના વેક્સીન આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારોભાર પ્રશંસા કરી હતી અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઈન્ટરનેશનલ પોપ સ્ટાર રિહાનાએ ભારતમાં કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદૃોલન પર ટ્વીટ કરી અને તેના પર વૈશ્ર્વિક ધ્યાન કેન્દ્રિત કરાવ્યું. બારબેડિયન ગાયિકા રિહાનાએ દુનિયાભરમાં ભારતને બદનામ કરવાની કોશિશ કરી છતાં ભારત સરકારે બારબાડોસની મદદ કરી છે. ભારતે કોરોના વાયરસ મહામારી વિરુદ્ધ જંગ માટે બારબાડોસને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની એન્ટી કોરોના વાયરસ વેક્સીનના એક લાખ ડોઝ આપ્યા છે. ત્યારબાદ બારબાડોસના પ્રધાનમંત્રી મિયા અમોર મોટલેએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને આભાર વ્યક્ત કર્યો હતો.

ગુરૂવારના રોજ પીએમ નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં બારબાડોસના પ્રધાનમંત્રી મોટલેએ કહૃાું હતું કે, મારી સરકાર અને દેશના લોકો તરફથી હું તમારો, તમારી સરકાર અને ભારતના લોકોનો કોરોનાની રસી આપવા બદલ આભાર વ્યક્ત કરવા માંગુ છું. તેમણે વધુમાં કહૃાું હતું કે, સ્વાસ્થ્ય અને કલ્યાણ મંત્રી તથા મુખ્ય ચિકત્સ આધિકારી બંનેએ પુષ્ટિ કરી છે કે, બારબાડોસમાં રસીના ઉપયોગને મંજૂરી અપાઈ છે. રસી નિર્માતાઓના દિશા નિર્દૃેશો પ્રમાણે લોકોને રસી આપવામાં આવશે.