બિગ બોસની કટેસ્ટંટ પવિત્ર પુનિયાનો સવાલ: કેટરીના કૈફે એક્ટિંગ કેમ નથી સીખી?

બિગ બોસ ૧૪ની ઉમેદવાર પવિત્ર પુનિયા સિદ્ધાર્થ, પારસ છાબડા સહિતના સ્ટાર સાથેની પોતાની રિલેશનશિપને લઈને ચર્ચામાં રહી ચુક્યા છે. હાલ તે બિગ બોસ હાઉસ માં એઝાઝ ખાનની નજીક જઈ રહી હોવાથી ફરી એકવાર ચર્ચામાં છે. પરંતુ આ દરમિયાન અભિનેત્રીનો એક જુનો ઈન્ટરવ્યુ છેલ્લા કેટલાક સમયથી વાયરલ થઈ રહૃાો છે. પવિત્રાએ તેમાં કૈટરીના કૈફની મજાક ઉડાવી હતી. પવિત્રા પુનિયાએ આ ઈન્ટરવ્યુ બિગ બોસ હાઉસમાં જતા પહેલા આપ્યો હતો. બોલિવૂડ હંગામાને આપેલા આ ઈન્ટરવ્યુંમાં પવિત્રાને સવાલ કરવામાં આવ્યો હતો કે,
તે બોલિવૂડ સેલેબ્સને શું સવાલ પુછવા માંગે છે? પવિત્રા પુનિયાને સવાલ કરવામાં આવ્યો હતો કે તે અભિનેત્રી કેટરીના કૈફને શું પુછવા માંગે છે? તેના જવાબમાં પવિત્રાએ કહૃાું હતું કે, તેણે એક્ટિંગ કેમ નથી સીખી? આમ આડકતરી રીતે પવિત્રાએ બોલિવૂડની અભિનેત્રી કેટરિના કૈફ પર સણસણતો આરોપ પણ લગાયો હતો અને તેની મજાક પણ ઉડાવી હતી. પવિત્રા પુનિયાનું આડકતરી રીતે કહેવું હતું કે,
કેટરીના કૈફને એક્ટિંગ જ નથી આવડતી. તેણે બોલિવૂડમાં આવતા પહેલા એક્ટિંગ સિખવાની જરૂર હતી. પવિત્રાના જુના ઈન્ટરવ્યુંને લઈને ફરી એકવાર બોલિવૂડ અને તેના ચાહકો કેટરીનાને લઈને સવાલ ઉઠાવી રહૃાાં છે.