બિગ-બોસમાં આવવાના જેનિફર વિંગેટને એક અઠવાડિયાના ત્રણ કરોડ મળશે!

બિગ બૉસ ૧૪માં આ વખતે મસાલા અને એન્ટરટેઈનમેન્ટ સામેલ કરવાની આખી તૈયારી થઈ રહી છે. પાછલા સીઝનમાં સિદ્ધાર્થ શુક્લા, રશ્મિ દૃેસાઈ, અસીમ રિયાજ અને શહનાજ ગિલે ટીઆરપીના બધા રેકોર્ડ તોડી નાખ્યા. આ વખતે ફરીથી શો માટે ટીવીના મોટા ચહેરાને સામેલ કરવાની કહાયત છે.
જણાવવામાં આવી રહૃાું છે કે આ શો માટે સૌથી વધુ ફી પર જેનિફર વિંગેટને લાવવામાં આવી રહી છે. બિગ બૉસ ૨૦૨૦ ટીવી પર ૨૭ સપ્ટેમ્બરથી શરૂ થશે. એવામાં પ્રોમો મુજબ જણાવવામાં આવી રહૃાું છે કે આ વખતેની સીઝન થોડી હટકે હશે.
જેના માટે મેકર્સે તગડી તૈયારી કરી છે. કુલ મિલાવીને જોઈએ તો આ વખતે પણ ટીવીના કેટલાય લોકપ્રિય ચેહરા શોનો ભાગ બનશે. એવામાં જેનિફર વિંગેટની ફીસની ચર્ચાએ જોર પકડ્યું છે.
ટીવીની દૃુનિયાની સૌથી લોકપ્રિય સ્ટાર જેનિફર વિંગેટની આ શોમાં એન્ટ્રી થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમને દર અઠવાડિયા માટે ૩ કરોડ રૂપિયાની ફી આપવામાં આવશે. જો કે હજી સુધી આ અંગે જોડાયેલી સત્તાવાર જાણકારી સામે આવી નથી.