બિગ બોસ સીઝન વનમાં મેં દરેક સ્પર્ધકના અંડરવેર પણ ધોયા હતા: રાખી સાવંત

બિગ બોસ ૧૪ ફાઇનલ તરફ આગળ વધી રહૃાું છે જેમા રોજ કઇક નવી નવી વાતો જોવા મળે છે. જે બહારના લોકો માટે સમાચાર બની રહૃાા છે. હવે એક નવા સમાચાર સામે આવ્યા છે. જેમા રાહુલ વૈદ્ય સાથે વાત કરતાં રાખી સાવંતે મોટો ખુલાસો કર્યો. રાખીએ કહૃાું કે બિગ બોસ સીઝન વનમાં રાખીએ દરેક સ્પર્ધકના અંડરવેર પણ ધોયા હતા. જ્યારે રાહુલ વૈદ્યાએ પૂછ્યું કે માત્ર અંડરવેર જ કેમ ધોયા? ત્યારે રાખીએ જવાબ આપ્યો કે તે રસપ્રદ છે. રાખીએ વધુ રસપ્રદ વાતો જણાવી. તેણે કહૃાું, નિક્કર્સ લોકોની પર્સનાલિટી અંગે જણાવી દે છે.

રાખી સાવંતે આગળ એવું પણ કહી દીધું કે મને દરેક સ્પર્ધકના અંડરવેર ધોવાની ખૂબ મજા આવી. જ્યારે રાહુલ વૈદ્યે તેમને પૂછ્યું કે રાહુલ મહાજન તેને ગમ્યો? રાખીએ જવાબ આપ્યો કે તેને રાહુલ પસંદ નથી. રાખીએ રાહુલના પેટની મજાક પણ ઉડાવી છે. ત્યારે વધુમાં રાહુલે કહૃાું કે જે લોકોના સિક્સ પેક એબ્સ નથી તો તેમને જીવવાનો હક નથી. રાખીએ પોતાના અંદાજમાં સ્પષ્ટ કહૃાું કે ના, ના નથી.

રાહુલ વૈદ્યે ફરીથી પૂછ્યું કે જો પેટ છે તો જીવવાનો કોઈ અધિકાર નથી. તો રાખી પણ પૂર્ણ મૂડમાં હતી, બોલી- ના, કારણ કે તે દરેક સ્ત્રીને દુ:ખ પહોંચાડે છે, જો પેટ વધારે હોય તો દરેક સ્ત્રી પીડાય છેપ હવે તું વિચાર કેમ? જ્યારે રાહુલ વૈદ્ય રાખીને કહે છે કે મારા પિતાનું પેટ પણ મોટું છે ત્યારે રાખી કહે છે કે તેમની ઉંમર હવે રોમાન્સ કરવાની નથી, બન્નેની વાતચીતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહૃાો છે.