‘બિગ બોસ ૧૪ને બંધ કરવાની ઉઠી માંગ, લોકોએ સલમાન ખાનના શોને કહૃાો વલ્ગર અને ખરાબ

 

બિગ બોસ શો વિવાદનો કારણે પણ જાણીતો છે. હવે એવુ પણ જોવા મળી રહૃાું છે કે શોની વિરૂદ્ધ સોશિયલ મીડિયા ઉપર લખવામાં આવી રહૃાું છે.  એવું જ કંઈ હવે ફરી જોવા મળી રહૃાું છે. યૂઝર્સે બિગબોસ ૧૪ને બૈન કરવાની માંગ કરી છે. બિગ બોસના આવનારા એક એપિસોડનો એક પ્રોમો સામે આવ્યો છે. જ્યાં બિગ બોસે છોકરીઓને ઈમ્યૂનિટી મેળવવાની એક તક આપી છે. આ ટાસ્ક પ્રમાણે છોકરીઓને સિદ્ધાર્થ શુક્લાને પોતાની અદાઓથી ઈમ્પ્રેસ કરવાનો હતો. તેને આકર્ષિત કરવાનો હતો. પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે પવિત્રા પુનિયા, રૂબીના દિલૈક, જૈસ્મિન ભસીન, નિક્કી તંબોલી બાઈક ઉપર બેસીને સિદ્ધાર્થ શુક્લા સાથે રેન ડાંસ કરી રહી છે. પોતાની અદાઓનો જલવો સિદ્ધાર્થ ઉપર વરસાવી રહી છે. આમ તો આ પ્રોમો ખુજ મજેદાર છે.  પરંતુ કેટલાક લોકોએ આના ઉપર વાંધો ઉઠાવતા શોને વલ્ગર અને ખરાબ બતાવ્યો છે. ટ્રોલર્સ બિગ બોસને બંધ કરવાની માગ કરી રહૃાા છે.

ઈંર્મ્અર્ષ્ઠંંમ્મ્૧૪ ટ્રેન્ડ કરી રહૃાું છે. એક યૂઝરે લખ્યુ હતું કે, સમય આવી ગયો છે કે બિગ બોસને બંધ કરવામાં આવે. છેલ્લી સિઝનમાં હિંસાને પ્રમોટ કરવામાં આવી અને આ વખતે વલ્ગારિટીને પ્રમોટ કરવામાં આવી રહી છે. યુઝર્સનું કહેવું છે કે ટાસ્કના નામ ઉપર વલ્ગારિટીને સહન કરવામાં ક્યારેય નહી આવે. એ પણ કહૃાું કે લોકોને મનોરંજન પૂરૂ પાડવા માટે અન્ય કેટલીક રીતો પણ છે. આ ટાસ્ક મનોરંજક નહીં પણ બહુ જ ખરાબ છે. બિગ બોસને શર્મ કરવાની વાત પણ કહેવામાં આવી છે. છેલ્લી બે સિઝનથી સતત એવી માંગ ઉઠતી જોવા મળી રહી છે. ક્યારેક શો માં કન્ટેસ્ટેંટ્સના રોમાંસ ઉપર તો ક્યારેક હિંસા કરવાને લઈને યુઝર્સે શો બંધ કરવાની માંગ કરી છે. પરંતુ એક બીજો એવો વર્ગ પણ છે જેને બિગ બોસના કંટેંટથી કોઈ પ્રોબ્લેમ નથી થતો. તે શો દ્વારા મનોરંજન મેળવે છે.