બિગ બોસ ૧૪માં હવે રાધે મા એન્ટ્રી લે તેવી શક્યતા

ટીવીના લોકપ્રિય રિયાલિટી શો ’બિગ બોસ ૧૪’નો પહેલો પ્રોમો રિલીઝ કરી દૃેવામાં આવ્યો છે. પ્રોમો રિલીઝ થતાં જ ઘરમાં કયા સેલેબ્સ જશે તે અંગે ચર્ચા થવા લાગી છે. આ વખતે ટોટલ ૧૬ સ્પર્ધકો ઘરમાં એન્ટ્રી લેશે, જેમાં ૧૩ સેલિબ્રિટી તથા ૩ કોમનર્સ હશે. ચર્ચા છે કે આ વખતે સલમાન ખાનના શોમાં વિવાદાસ્પદ રાધે મા સ્પર્ધક તરીકે જોવા મળશે. ચેનલ કે મેકર્સે હજી સુધી આ અંગે કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા શોમાં સ્વામી ઓમ જોવા મળ્યા હતા.
વેબ પોર્ટલ ટેલીચક્કરના રિપોર્ટ પ્રમાણે સુખવિંદર કૌર જે પોતાને દૃેવી અવતાર ગણાવે છે અને પોતાને રાધે મા તરીકે ઓળખાવે છે. રાધે મા ’બિગ બોસ ૧૪’માં એન્ટ્રી લઈ શકે છે. છેલ્લાં ઘણાં સમયથી રાધે માનો શો માટે સંપર્ક કરવામાં આવતો હતો પરંતુ માનવામાં આવે છે કે આ વખતે તેઓ ’બિગ બોસ’ના ઘરમાં અન્ય એક્ટર્સ સાથે જોવા મળશે. ગુરુદૃાસપુર જિલ્લામાં જન્મેલી સુખિંવદરને નાની ઉંમરમાં જ ભક્તિમાં રસ જાગ્યો હતો. રાધે મા પોતાના અજીબ પહેરવેશ, બોલચાલને કારણે ઘણીવાર વિવાદમાં આવે છે. વિવાદિત નિવેદન તથા લોકોને ’આઈ લવ યુ ફ્રોમ બોટમ ઓફ માય હાર્ટ’ બોલીને રાધે માએ સોશિયલ મીડિયામાં ઘણી જ ચર્ચા ચગાવી હતી.
’બિગ બોસ ૪’માં જોવા મળેલી ટીવી એક્ટ્રેસ ડોલી બિન્દ્રા એક સમયે રાધે માની ભક્ત હતી. જોકે, ૨૦૧૫માં ડોલીએ રાધે મા તથા તેના ભક્તોએ તેને ચંદૃીગઢ સ્થિત પંજાબ પોલીસના મોટા અધિકારીના ઘરે જઈને યૌન ઉત્પીડન કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. ડોલીએ આ અંગે પોલીસ ફરિયાદ પણ કરી હતી. રાધે મા ઉપરાંત આ સિઝનમાં ટીવી એક્ટ્રેસ જાસ્મિન ભસીન, નિયા શર્મા તથા નૈના સિંહ પણ જોવા મળે તેવી શક્યતા છે. અનુ મલિક તથા આમિર અલી કન્ફર્મડ સ્પર્ધકો હોય તેમ માનવામાં આવે છે. હાલમાં ’બિગ બોસ ૧૪’ના સેટના રીપેરીંગનું કામ ચાલે છે. ચાર ઓક્ટોબરે શોનું ગ્રાન્ડ પ્રીમિયર યોજાશે.