બિગ બોસ ૧૪: સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે શરૂઆતમાં ફિઝિકલ ટાસ્ક અને ડબલ બેડ નહીં હોય

મુંબઈ,
ટીવીનો લોકપ્રિય ગેમ રિયાલિટી શો ’બિગ બોસ ૧૪’ ત્રણ ઓક્ટોબરના રોજ શરૂ થવાનો છે. શોના પહેલા દિવસે સલમાન ખાન તમામ સ્પર્ધકોનો પરિચય કરાવશે. આ દરમિયાન શો અંગેની મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. કહેવામાં આવી રહૃાું છે કે આ વખતે ઘરના સભ્યોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું ફરજિયાત પાલન કરવાનું છે અને તેથી જ શરૂઆતના અઠવાડિયામાં ફિઝિકલ ટાસ્ક આપવામાં આવશે નહીં. શો સાથે જોડાયેલી નક્કર માહિતી આપવા માટે સોશિયલ મીડિયામાં ’ખબરી પેજ’ બનાવવામાં આવ્યું છે. આ પેજ પ્રમાણે, ગયા વર્ષની જેમ આ વખતે શોમાં ડબલ-બેડ હશે નહીં.
ઘરમાં કોરોના સાથે જોડાયેલી ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત છે અને તેથી જ ઘરના સભ્યો હંમેશાં એકબીજાથી અંતર જાળવશે. આ ઉપરાંત દર અઠવાડિયે લક્ઝરી બજેટ, એલીમિનેશન તથા ઇમ્યુનિટી માટે થનારા ફિઝિકલ ટાસ્ક પણ આ વખતે શરૂઆતના એપિસોડમાં જોવા મળશે નહીં. શોમાં ભાગ લેનાર તમામ સેલેબ્સ તથા કોમનર્સને ૨૦ સપ્ટેમ્બરથી ક્વૉરન્ટીન કરવામાં આવશે. ઘરમાં જતા પહેલા તમામનો કોવિડ ૧૯નો ટેસ્ટ થશે. આ ઉપરાંત દૃર અઠવાડિયે મેડિકલ ટીમ ઘરમાં હાજર તમામ સભ્યોનો ટેસ્ટ કરશે.
ગાઈડ લાઈનનું પાલન કરીને તમામ સ્પર્ધકોએ માત્ર પોતાનો જ સામાન વાપરવાનો રહેશે. દરેક સ્પર્ધકને અલગ વાસણો તથા પલંગ આપવામાં આવશે. આ વખતે એકબીજાનો સ્પર્શ કરવાની સખ્ત મનાઈ છે. આ વખતે શો લૉકડાઉન થીમ પર આધારિત છે. સેટ પર રેડ તથા ગ્રીન ઝોન બનાવવામાં આવ્યા છે. આ સાથે જ ઘરમાં મિની થિયેટર, મૉલ, રેસ્ટોરાં તથા સ્પા પણ છે. આ તમામ સુવિધાઓ લક્ઝરી બજેટ જીતનાર ટીમને મળશે.