બિનઅધિકૃત રોયલ્ટી પાસ વગર સાદી રેતી ખનીજનું વહન કરતા ટ્રેકટરને ઝડપી લીધ્ાું

અમરેલી,
આજરોજ તા.23/02/2023ના રોજ ખાનગી રાહે બાતમી મળી હતી તે અનુસાર અમરેલી ખાણ-ખનીજ કચેરીની તપાસ ટીમ અને ધારી મામલતદાર કચેરીની ટીમ દ્વારા સંયુક્ત રીતે ધારી તાલુકાના આંબરડી સ્થિત શેત્રુંજી નદીપટ ઉપર ડ્રોનની મદદથી ચેકીંગની કામગીરી કરવામાં આવી હતી. બિનઅધિકૃત રીતે રોયલ્ટી પાસ વગર સાદી રેતી ખનીજનું વહન કરતા એક ટ્રેક્ટર જડપી પાડવામાં આવ્યું હતું અને તેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જપ્ત કરવામાં આવેલા તે ટ્રેક્ટર વાહનને ધારી પોલીસ સ્ટેશન મુકામે સોંપવામાં આવ્યું હતું. વધુમાં તેના પર આગળની નિયમોનુસારની દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી