અમરેલી,
બિપોરજોય વાવાઝોડુ પુર્વ મધ્ય અરબી સમુદ્ર પર ખુબ જ ગંભીર ચક્રાવાતી વાવાઝોડુ છેલ્લા છ કલાક દરમિયાન ચાર કીમી પ્રતિકલાકની ઝડપે લગભગ ઉતર તરફ આગળ વધ્યું છે અને આજે તા.8 જુનનાં રોજ ગોવાથી પશ્ર્ચિમ નૈૠત્ય તરફ લગભગ 850 કીમી અને મુંબઇથી 900 કીમી નૈરૂત્યમાં તથા પોરબંદરથી 930 કીમી, દક્ષીણ નૈરૂત્ય તરફ નિરક્ષીત થયેલ છે તે આગામી 24 કલાક દરમિયાન ધીમે ધીમે વધ્ાુ તીવ્ર બનશે અને આગામી ત્રણ દિવસ લગભગ ઉતર વાવવ્ય તરફ આગળ વધ્ો. તા.11-12-13નાં રોજ ગુજરાતનાં દરિયા કાંઠાવિસ્તારોમાં 35 થી 60 કીમી કલાકની ઝડપના ઝટકા સાથે પવન ફુંકાવાની શક્યતા છે. આ વાવાઝોડુ ગુજરાતનાં દરિયા કાંઠા તરફ પશ્ર્ચિમ મધ્ય અરબી સમુદ્ર બાજુ વાવાઝોડુ ગતી કરવાની શક્યતા છે. તેમ જિલ્લા કૃષિ હવામાન એકમ દ્વારા જણાવાયું છે.