બિલેશ્ર્વર ગામ પાસે આવેલ ફોદૃાળા ડેમ ઓવરફલો

  • રાજકોટનો આજી અને ન્યારી ૨ ડેમ સતત ત્રીજા દિૃવસે છલકાયો

    સમગ્રમાં સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદૃ વરસ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રનાં ૧૩ જેટલા ડેમ ઓવરલો થઇ ગયા છે. આ સાથે રાજકોટનાં ન્યારી ૨ ડેમ અને આજી ડેમ પણ સતત ત્રીજા દિૃવસે ઓવરલો થયો છે. ડેમ ઓવર લો થયા તે બાદૃનાં આ બંન્ને ડેમનાં આકાશી દ્રશ્યો સામે આવ્યાં છે, જે ઘણાં જ મનભાવન છે.
    રાજકોટ સાથે દૃેવભૂમિ દ્વારકા જિલ્લાનો વર્તુ-૨ના ૧૬ દૃરવાજા ૮ ફૂટ ખોલવામાં આવ્યા છે. વર્તુ-૨ સાઈટના ઉપરવાસમાં અતિભારે વરસાદૃના કારણે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. જેના કારણે તંત્રએ લોકોને અપીલ કરી છે કે, પોરબંદૃર તાલુકાના ભોમીયાવદૃર, ફટાણા, ઈશ્ર્વરીયા, મોરાણા, મીયાણી, પારાવાડા, શીંગડા, સોઢાણા નીચાણવાળા ગામ લોકોએ નદૃીના પટમાં અવર-જવર કરવી નહીં. પાલતું પશુઓને કે વાહનોને નદૃીના પ્રવાહમાંથી પસાર કરવા નહીં તથા જોખમી પ્રયાસ ન કરવો.
    પોરબંદૃર જિલ્લાના રાણાવાવ તાલુકાના ખીરસરા ગામે મીણસાર નદૃી પર આવેલ રાણા ખીરસરા ડેમના આઠ દરવાજા ૮.૨૩ મીટર ખોલવામાં આવ્યા છે. ખીરસરા ડેમ સાઈટના ઉપરવાસમાં અતિભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવકમાં વધારો થતાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જેથી રાણાવાવ તાલુકાના નીચાણવાળા વિસ્તારમાં આવેલ ખીરસરા, વાડોત્રા, કંડોરણા, ખીજદૃડ, ઠોયાણા, ભોડદૃર, મહીરા, નેરાણા, જાંબુ, કેરાળા, પાદૃરડી, બાપોદૃર ગામ લોકોએ નદૃીના પટમાં અવર-જવર કરવી નહીં. પાલતું પશુઓ કે વાહનોને નદૃીના પ્રવાહમાંથી પસાર ન કરવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
    પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના બિલેશ્ર્વર ગામ પાસે આવેલ ફોદૃાળા ડેમ ઓવરફલો થયેલ છે અને ટૂંક સમયમાં જ તેની મહત્તમ સપાટી પર પહોંચવાની પૂરી શક્યતા છે. જેથી રાણાવાવ તાલુકાના બિલેશ્ર્વર, હનુમાનગઢ, ખીરસરા, વાળોત્રા, કંડોરણા ગામોને જિલ્લાતંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયા છે.