બિહારમાં ૨૬૪ કરોડના ખર્ચે તૈયાર કરાયેલો પુલ ૨૯ દિવસમાં જ ધડામ

  • ગોપાલગંજમાં પુલનો એક ભાગ જમીનદૃોસ્ત,અવર-જવર માટેનો રસ્તો બંધ
  • ‘ખબરદાર, કોઈએ પણ આને નીતિશ કુમારનો ભ્રષ્ટાચાર કહૃાો છે તો…૨૬૩ કરોડની તો તેમના ઉંદરો દારૂ પી જાય છે: તેજસ્વી યાદવાનું ટ્વિટ

    બિહાર આ સમયે બમણી તકલીફોની સામે ઝઝૂમી રહૃાું છે. એક તરફ પૂરનો આતંક અને બીજી તરફ કોરોનાનો કહેર, ઉપરથી પ્રશાસનની નિષ્ફળતા. સુશાસનનો દાવો કરનારી નીતીશ સરકારના દાવાઓની પોલ ગોપાગંજમાં પુલનો એક ભાગ જમીનદોસ્ત થઈ જતા ખુલ્લી પડી ગઈ છે. એક મહિના અગાઉ જ સત્તર ઘાચ મહાસેતુનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ૨૬૪ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલો આ પુલ હવે પાણીમાં વહી ગયો છે.
    ૧૬ જૂનના રોજ મુખ્યમંત્રી નીતીશ કુમારે પટનાથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પુલનું ઉદ્ધાટન કર્યું હતું. પાણીના દૃબાણના કારણે પુલ તૂટી ગયો છે. જેના કારણે લોકોના અવર-જવર માટેનો રસ્તો બંધ થઈ ગયો છે. લાલછાપર, મુઝફરપુર, મોતિહારી, બેતિયા જવા માટેનો રસ્તો બંધ થઈ ગયો છે.
    આ ઘટના પર આરજેડી નેતા તેજસ્વી યાદૃવે ટ્વીટ કરીને કહૃાું કે આઠ વર્ષમાં ૨૬૩.૪૭ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલો ગોપાલગંજના સત્તર ઘાટ પુલનું ૧૬ જૂનના રોજ નીતીશ કુમાર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ૨૯ દિવસમાં જ આ પુલ જમીનદૃોસ્ત થઈ ગયો છે. ખબરદાર ! જો કોઈએ આને નીતીશ જીનો ભ્રષ્ટાચાર ગણાવ્યો છે તો. ૨૬૩ કરોડની તો તેમના ઉંદૃરો દારૂ પી જાય છે.
    આ પુલ ગોપાલગંજના ચંપારણથી અને આ સાથે જ તિરહુતના કેટલાક જિલ્લાઓને જોડતો હતો. નોંધનીય છે કે બુધવારના રોજ ત્રણ લાખથી વધારે ક્યૂસેક પાણીનું દબાણ હતું. ગંડકના આટલા મોટો જળસ્તરના દબાણના કારણે આ મહાસેતુનો એપ્રોચ રોડ તૂટી ગયો. બૈકુંઠપુરના ફૈજુલ્લાહપુરમાં આ પુલ તૂટ્યો છે.