બિહાર અને આસામના પૂરગ્રસ્તોની મદદ માટે અક્ષય કુમારે આપ્યા ૧-૧ કરોડ

અક્ષય કુમારે ફરી દરિયાદિલી બતાવી / બિહાર અને આસામના પૂરગ્રસ્તોની મદદ માટે ૧-૧ કરોડ રૂપિયાની મદદ કરવા શપથ લીધી, બંને રાજ્યોના મુખ્યમંત્રીએ આભાર વ્યક્ત કર્યોઅક્ષય કુમાર પૂરગ્રસ્ત બિહાર અને આસામની મદદ માટે આગળ આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર તેણે બંને રાજ્યોના મુખ્યમંત્રી રિલીફ ફંડમાં ૧-૧ કરોડ રૂપિયા દૃેવાની શપથ લીધી છે. ૧૩ ઓગસ્ટે આ બાબતે તેણે બંને રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. બંને મુખ્યમંત્રીઓએ તેની દરિયાદિલી માટે તેનો આભાર માન્યો અને મદદ કરવા બદલ તેના વખાણ પણ કર્યા.આ પહેલાં અક્ષય કુમારે કોરોના સામેની લડાઈમાં પીએમ કેર્સ ફંડમાં ૨૫ કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું હતું. આ સિવાય તેણે ૩ કરોડ રૂપિયા બીએમસીને માસ્ક, પીપીઈ અને રેપિડ ફાયર કિટ્સ ખરીદવા માટે આપ્યા હતા. મુંબઈ પોલીસ ફાઉન્ડેશનમાં પણ તેણે ૨ કરોડ રૂપિયા આપ્યા છે. આટલું જ નહીં તેણે રોજમદાર શ્રમિકોની મદદ માટે સીને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિએશનમાં ૪૫ લાખ રૂપિયા આપ્યા હતા.