બિહાર વિધાનસભા ચૂંટણી: ૩ તબક્કામાં મતદાન, ૧૦ નવેમ્બરે પરિણામ

કોરોના સંકટ વચ્ચે બિહાર ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયુ, પ્રથમવાર ઓનલાઇન ઉમેદવારી થશે
૨૪૩ બેઠકો માટે યોજાશે ચૂંટણી,૨૮ ઓક્ટો.એ ૭૧ બેઠકો પર, ૩ નવે.એ ૯૪ બેઠકો પર અને ૭ નવે.એ ૭૮ બેઠક પર મતદાન
બિહારમાં ૭.૨૫ કરોડ મતદૃારો, જેમાં ૩.૮૫ કરોડ પુરુષો અને ૩.૪ કરોડ મહિલા મતદૃારો
– પક્ષો-ઉમેદવારો વર્ચ્યુઅલ પ્રચાર કરી શકશે,માત્ર ૫ લોકો ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે
– પ્રથમવાર ઓનલાઇન ઉમેદવારી થશે
– મતદાનના અંતમાં કોરોના દર્દીઓ મતદાન કરશે
– મતદાનના સમયમાં વધારો કરાયો: સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન થશે
– ૧ બૂથ પર માત્ર ૧ હજાર મતદારો હશે
– ૭ લાખ હેન્ડ સેનેટાઇઝર અને ૪૬ લાખ માસ્કનો ઉપયોગ કરાશે, તદઉપરાંત ૬ લાખ પીપીઇ કિટ અને ૨૩ લાખ હેન્ડ ગ્લવસની વ્યવ્થા કરાશે

બિહારમાં ચૂંટણી મહાસંગ્રામનો આગાઝ થઈ ચૂક્યો છે. કોરોના સંકટ કાળમાં દેશમાં યોજાનાર આ પ્રથમ વિધાનસભા ચૂંટણી છે. ત્યારે ચૂંટણી પંચે બિહાર વિધાસભાની ચૂંટણી માટે ત્રણ તબક્કામાં ચૂંટણીના મતદાનની જાહેરાત કરી છે.
બિહારમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજવાની જાહેરાત પાંચ દ્વારા કરવામાં આવી છે. જેમાં પ્રથમ ચરણ માટે મતદાન ૨૮ ઓક્ટોબર, બીજા ચરણનું મતદાન ૩ નવેમ્બર અને ત્રીજા ચરણનું મતદાન ૭ નવેમ્બરના રોજ કરવામાં આવશે. તો ૧૦ નવેમ્બરના રોજ મતદાનની ગણતરી કરવામાં આવશે. આ ચૂંટણીમાં સવારે ૭થી સાંજના ૬ વાગ્યા સુધી કરી શકાશે મતદાન. બિહારમાં ત્રણ તબક્કામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં ૧૬ જિલ્લાની ૭૧ બેઠક, બીજામાં તબક્કામાં ૧૭ જિલ્લાની ૯૪ બેઠક અને ત્રીજામાં તબક્કામાં ૧૫ જિલ્લાની ૭૮ બેઠક પર મતદાનનું આયોજન કરવામાં આવશે.
મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાએ પ્રેસ કોન્ફરન્સમાં કહૃાું કે, કોરોના સંકટના કારણે દુનિયાના ૭૦ દેશોમાં ચૂંટણીને ટાળી દેવાઈ છે. કોરોના સંકટ વચ્ચે બિહાર અને પેટાચૂંટણી અંગે સતત મંથન કરવામાં આવ્યું. બિહાર ચૂંટણી દેશના સૌથી મોટા રાજ્યોમાં અને આ ચૂંટણી કોરોના કાળમાં સૌથી મોટી ચૂંટણી છે.
બિહારમાં કુલ ૨૪૩ બેઠકો પર ચૂંટણી યોજાશે, રાજ્યમાં ૨૯ નવેમ્બર સુધી વિધાનસભાનો કાર્યકાળ છે. આ વખતે પોિંલગ સ્ટેશનની સંખ્યા અને મેનપાવર વધારવામાં આવ્યો છે. બિહારમાં ૨૦૨૦ની ચૂંટણીમાં સાત કરોડથી વધુ મતદાતા મતદાન કરશે. આ વખતે એક બૂથ પર માત્ર એક હજાર મતદાતા જ હશે.
આ વખતે ચૂંટણીમાં ૬ લાખ  કીટ રાજ્ય ચૂંટણી પંચને આપવામાં આવશે, ૪૬ લાખ માસ્કનો ઉપયોગ પણ થશે. સાત લાખ હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરાશે. સાથે જ ૬ લાખ ફેસ શિલ્ડનો પણ ઉપયોગ થશે.
ચૂંટણી કમિશનરે કહૃાું કે, આ વખતે બિહારમાં વર્ચુઅલ ચૂંટણી પ્રચાર થશે. ઉમેદવારીપત્રક દરમિયાન બે કરતા વધારે વાહનો ઉમેદવારની સાથે નહીં આવે. નામાંકન ઓનલાઇન પણ થઈ શકે છે અને અભિયાન દરમિયાન મોટી જાહેર સભાઓ યોજવામાં આવશે નહીં. આ સાથે મતદાન મશીનનું બટન દબાવતા પહેલા મતદારોને ગ્લોવ્ઝ પૂરા પાડવામાં આવશે.
મતદાનનો સમય એક કલાક વધારી દેવાયો છે. નક્સલ પ્રભાવિત વિસ્તારને બાદ કરતા સામાન્ય વિસ્તારમાં સવારે ૭થી સાંજે ૫ વાગ્યાની જગ્યાએ સવારે ૭ થી સાંજે ૬ વચ્ચે મતદાન યોજાશે.
આ દરમિયાન ઉમેદવાર ૫ની જગ્યાએ ૨ જ ગાડીઓ સાથે લઈ જઈ શકશે. કોરોનાના જે દર્દી ક્વોરન્ટિન છે, તે મતદાનના છેલ્લા કલાકોમાં વોિંટગ કરી શકશે.
જે જગ્યાએ જરૂર અને માંગ હશે, ત્યાં પોસ્ટલ બેલેટની સુવિધા આપવામાં આવશે. સોશિયલ મીડિયાના ખોટા ઉપયોગ પર નજર રહેશે, જેથી સાંપ્રદાયિક સદ્ધાવ જળવાઈ રહે. હેટ સ્પીચ પર કડકાઈ ભર્યું વલણ અપનાવાશે.
બિહારમાં ૨૦૨૦ની ચૂંટણીમાં સાત કરોડથી વધુ મતદાતા મતદાન કરશે. જેમાં ૩.૮૫ કરોડ પુરુષો અને ૩.૪ કરોડ મહિલા મતદારો છે.
હાલની વિધાનસભાની મુદત ૨૯ નવેમ્બરે પૂરી થાય છે. ૨૦૧૫ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળ ૮૦ સીટ જીતીને સૌથી મોટો પક્ષ બન્યો હતો. જેડીયુએ ૭૧ અને કોંગ્રેસે ૨૭ બેઠકો જીતી હતી. ભારતીય જનતા પાર્ટીએ ૫૩ સીટ મેળવી હતી. એલજેપી પાર્ટીએ બે, જિતન રામ માંઝીની હિન્દૃુસ્તાની અવામ મોરચા-સેક્યુલર પાર્ટીએ એક સીટ જીતી હતી. અન્યો તથા અપક્ષ ઉમેદવારોએ ૧૦ સીટ કબજે કરી હતી.
૫૩ સીટ જીતવા છતાં ભાજપ સૌથી વધારે વોટ શેર (૨૪%) મેળવવામાં સફળ થયો હતો. ૨૦૧૫માં, જેડી-યૂ, આરજેડી અને કોંગ્રેસે મહાગઠબંધન રચીને સાથે મળીને ચૂંટણી લડી હતી. બીજી બાજુ, ભાજપની આગેવાની હેઠળના એનડીએ જૂથે લોકજનશક્તિ પાર્ટી તથા અન્ય પક્ષોની સાથે ચૂંટણી લડી હતી.
ચૂંટણી બાદ, ૨૦૧૭માં, જેડી-યૂ અને આરજેડી વચ્ચે મતભેદૃો સર્જાયા હતા, પરિણામે મુખ્ય પ્રધાન નીતિશ કુમારે આરજેડી સાથે સંબંધ તોડી નાખ્યો હતો અને એમની જેડી-યૂ પાર્ટી ફરી ભાજપ-એનડીએ સાથે જોડાઈ ગઈ હતી. આમ, તેમણે રાજ્યમાં પોતાની સરકાર જાળવી રાખી હતી.