બીએમસીની કાર્યવાહીના આઠ દિવસ બાદ કંગનાએ પોતાની ઓફિસની તસવીર કરી શૅર

મુંબઈમાં બીએમસીની કાર્યવાહીના આઠ દિવસ બાદ કંગનાએ પોતાની ઓફિસની તસવીર ટ્વિટર પર શૅર કરી હતી. કંગનાએ ત્રણ ટ્વીટ કરીને કહૃાું હતું, આ બળાત્કાર છે, મારા સપનાઓ પર, મારી હિંમત પર અને મારા આત્મસન્માન તથા મારા ભવિષ્ય પર. બીએમસીએ નવ સપ્ટેમ્બરના રોજ કંગનાના પાલી હિલ સ્થિત ઓફિસમાં કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી હેઠળ તેમણે ગેરકાયદસેર બાંધકામ તોડી પાડ્યું હતું.
બીએમસીની ટીમે બે કલાક સુધી ઓફિસમાં તોડફોડ કરી હતી. આ જ દિવસે કંગના હિમાચલથી મુંબઈ આવી હતી. કંગનાએ બીએમસીની કાર્યવાહી પર હાઈકોર્ટમાંથી સ્ટે લીધો હતો. આ કેસની સુનાવણી ૨૨ સપ્ટેમ્બરના રોજ થશે. ૮ સપ્ટેમ્બરના રોજ બીએમસીએ કંગનાની ઓફિસમાં નોટિસ લગાવી હતી અને ગેરકાયદૃેસર બાંધકામ અંગે ૨૪ કલાકની અંદર જવાબ માગ્યો હતો. બીજા જ દિવસે કંગના મુંબઈ આવે તે પહેલા જ બીએમસીએ કંગની ઓફિસમાં તોડફોડ કરી હતી.  કાર્યવાહીમાં કંગનાની ઓફિસનો ૪૦ ટકા ભાગ ધ્વસ્ત થયો હતો, જેમાં ઝૂમ્મર, સોફઆ, દૃુર્લભ કલાકૃતિ સહિતનો કિંમતી સામાન સામેલ હતો.