બીગ-બીએ ગુજરાતના ગીર અભ્યારણનો ખાસ વીડિયો શેર કર્યો

મુંબઇ,
બોલીવુડના શહેનશાહ બિગ બી અમિતાભ બચ્ચન એક સમયે ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર હતા. આ સમયે તેમણે ગુજરાતના અનેક સ્થળોને લઈને જાહેરાતો બનાવવા શૂિંટગ પણ કરાવ્યું હતું. શૂિંટગ દરમ્યાન તેમને ગુજરાતના ગીર અભ્યારણ વખતનો એક ખાસ વિડીયો ટ્વીટર પર શેર કર્યો છે.
બોલિવુડના પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચને ટ્વીટરમાં એક વીડિયો અપલોડ કર્યો છે. આ વીડિયો ત્યારનો છે. જ્યારે તેઓ ગુજરાત ટુરીઝમના શુટીંગ માટે આવ્યા હતા.
બિગ બી એ શેર કરેલો વિડીયો એશિયાઈ સિંહો માટેના ગીર અભ્યારણનો વિડીયો છે જેમાં ત્રણ સિંહો પશુનું મારણ કરીને મિજબાની માણી રહૃાા હતા. તે સમયે ત્યાનો એક વ્યક્તિ આવીને સિંહોને ત્યાથી એવી રીતે કાઢે છે. જાણે તેણે આસિંહોને પાળ્યા હતા. જોકે સિંહો પણ તેની વાત માનીને ત્યાથી આગળ ચાલતી પકડી રહૃાા નજરે પડી રહૃાા છે. અને સોશિયલ મીડિયામાં હાલ આ વીડિયો ખુબ વાયરલ થયો છે.