બીગ-બી ટૂંક સમયમાં કેબીસી-૧૨નું શૂિંટગ શરૂ કરશે

અમિતાભ બચ્ચન કોવિડ ૧૯નો જંગ જીતીને ઘરે આવી ગયા છે. લાંબા સમય સુધી કામથી દૃૂર રહીને બિગ બી પોતાની તબિયત તથા રિકવરી પર ધ્યાન આપી રહૃાા હતા. હવે પૂરી રીતે ઠીક થયા બાદ એક્ટર બીજીવાર રિયાલિટી ગેમ શો ‘કેબીસી ૧૨નું શૂિંટગ શરૂ કરશે. આ વખતે શોમાં વધુ સાવચેતી રાખવામાં આવશે.
‘કેબીસીના સ્પર્ધકોની પસંદગી પ્રક્રિયા ચાલુ છે. આ પહેલા બિગ બીએ પોતાના ઘરેથી કેટલાક પ્રોમોનું શૂિંટગ પણ કર્યું હતું. હવે તબિયત સારી થતા તેમણે બીજીવાર શોની તૈયારી શરૂ કરી દૃીધી છે. હાલમાં જ બિગ બીએ પોતાના બ્લોગમાં આ અંગેની વાત શૅર કરી હતી. તેમણે ફૂટબોલના વખાણ કરીને પોતાના અપિંકગ પ્રોજેક્ટની વાત કરી હતી. તેમણે કહૃાું હતું, હા, અનેક તૈયારીઓ તથા પ્રેઝન્ટેશન ચાલી રહૃાું છે. ‘કેબીસી પ્રોમો શૂટ તથા ‘કેબીસી માટે. વધુમાં વધુ સાવચેતી તથા સુરક્ષા સાથે આ કેવી રીતે થશે તેના પર ડિટેઇલ પ્રોટોકૉલ છે.