બીગ બોસ શોમાં આવતા પહેલા કન્ટેસ્ટન્ટ માટે હોય છે નિયમો, તોડે છે તો આ સજા થાય

ટેલીવિઝનનો સૌથી લોકપ્રિય અને ચર્ચિત શો બિગ બૉસ ૧ ઓક્ટોબરથી કલર્સ ટીવી પર શરુ થવા જઈ રહૃાો છે. છેલ્લા ઘણા દિવસોથી કન્ટેસ્ટન્ટના નામો વિશે પણ અસમંજસ ચાલી રહી હતી જે હવે સ્પષ્ટ થઈ ચૂકી છે. જો કે, શોમાં આવતા પહેલા કન્ટેસ્ટન્ટ માટે અમુક નિયમો બનાવવામાં આવે છે જેના વિશે મોટાભાગના નથી જાણતા હોતા. જાણો આ નિયમો વિશે. બિગ બૉસના ઘરમાં આવતા પહેલા કન્ટેસ્ટન્ટને ૧૨૦ પાનાંનો એક કોન્ટ્રાક્ટ સાઈન કરવાનો હોય છે જેમાં લખેલી દરેક વાત કન્ટેસ્ટન્ટે માનવાની હોય છે. જેની પહેલી શરત એ હોય છે કે કોઈ પણ કન્ટેસ્ટન્ટે શો શરુ થતા પહેલા પોતાનુ નામ કન્ફર્મ કરવાની મંજૂરી બિલકુલ નથી હોતી. શોમાં ભાગ લેનાર કોઈ પણ કન્ટેસ્ટન્ટે આ નિયમ તોડ્યો તો તેને મળનારા બધા પૈસા ડૂબી જશે. બિગ બૉસમાં રહેવા દરમિયાન દરેક કન્ટેસ્ટન્ટની જેટલી પણ કમાણી થાય તે બધી તેને તરત મળતી નથી પરંતુ આનો અમુક ભાગ કાપી નાખવામાં આવે છે. તે પૈસામાંથી ટેક્સ કાપી લેવામાં આવે છે. વાસ્તવમાં, ટેક્સ કાપ્યા બાદ જ રકમ એલિમિનેટ થયા બાદ કન્ટેસન્ટન્ટના અકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. કન્ટેસ્ટન્ટને ઈન્ટરવ્યુ આપવા કે પછી પોતાના વિશે કોઈ પણ પ્રકારનુ કન્ફર્મેશન આપવાની મનાઈ છે. વળી, બિગ બૉસના ઘરમાંથી બહાર આવવા પર પણ તમારી કંઈ બોલવા પર મનાઈ હોય છે. જો કોઈએ નિયમ તોડ્યો તો તેની બધી કમાણી જપ્ત કરી દૃેવામાં આવે છે. બિગ બૉસના ઘરમાં આવતા પહેલા ફિટનેસ સર્ટિફિકેટ હોવુ જરુરી છે. કન્ટેસ્ટન્ટ માત્ર ડૉક્ટરની લખેલી દવા સાથે ઘરમાં જઈ શકે છે. વળી, બિગ બૉસના ઘરમાં કોઈ પણ પ્રકારની િંહસાની કડક મનાઈ છે. જો કોઈ આમ કરે તો તેને તરત બેઘર કરી દૃેવામાં આવે છે. કૉન્ટ્રાક્ટ મુજબ કોઈ પણ કન્ટેસ્ટન્ટ શો છોડીના ના જઈ શકે. મેકર્સ જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી તેણે શોમાં રહેવુ પડશે. જો કોઈ આમ ન કરે તો તેણે ચેનલને ૨ કરોડ રુપિયાનો દૃંડ ભરવો પડશે.