બીસીસીઆઇએ યુવરાજની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમવાની અરજી ફગાવી

૨૦૧૧માં રમાયેલ વર્લ્ડકપમાં ભારતીય ક્રિકેટ ટીમના હીરો રહેલ યુવરાજ સિંહને મોટો ઝાટકો લાગ્યો છે. ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહના ફેન્સ તેની વાપસીની આશા રાખીને બેઠા હતા. જ્યારે બીજી બાજુ બીસીસીઆઇએ તેની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમવાની અરજીને ફગાવી દીધી છે.

વર્ષ ૨૦૧૯માં ૧૦ જૂનના રોજ યુવરાજ સિંહે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ત્યાર બાદ પંજાબની ટીમે યુવરાજને અપીલ કરી હતી કે આગામી વર્ષે રમાનાર સૈયદ મુશ્તાક અલી ટ્રોફીથી પોતાની વાપસી કરી શેક છે. યુવરાજે એ પ્રસ્તાવ સ્વીકારતા બીસીસીઆઇમાં પોતાની નિવૃત્તિ બાદ વાપસી માટે અરજી કરી હતી. જ્યારે બીસીસીઆઇએ પંજાબ તરફથી યુવરાજની રમવાની અરજી ફગાવી દીધી છે.

જણાવીએ કે, વર્ષ ૨૦૧૧માં રમાયેલ વર્લ્ડ કપ દરમિયાન યુવરાજ સિંહને ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ પસંદ કરવામાં આવ્યો હતો. યુવરાજ સિંહે ભારત માટે કુલ ૩૦૪ વનડે, ૪૦ ટેસ્ટ અને ૫૮ ટી૨૦ મેચ રમ્યા છે. ત્યાર બાદ ભારત તરફથી નિવૃત્તિ લીધા બાદ યુવરાજ સિંહે કેનેડામાં ગ્લોબવ ટી૨૦ લીગમાં પણ ભાગ લીધો હતો. પંજાબ ક્રિકેટ એસોસિએશની સીનિયર સીલેક્શન કમિટીએ યુવરાજની વાપસીની આશા સાથે જ ટીમના મેન્ટર તરીકે કામ કરવાની વાત કહી છે.