બીસીસીઆઈએ આઈપીએલ માટે ક્રેડને ઓફિશિયલ પાર્ટનર બનાવવાની કરી જાહેરાત

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ક્રેડને ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહેલ આઈપીએલ માટે ઓફિશિયલ પાર્ટનર બનાવવાની જાહેરાત કરી છે. ક્રેડ બેંગલોર સ્થિત ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ કંપની છે. આઈપીએલ-૧૩ ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થઈને ૧૦ નવેમ્બર સુધી ચાલશે. ૫૩ દિવસ સુધી ચાલનાર આ ટૂર્નામેન્ટ યૂએઈની ત્રણ જગ્યા અબુ ધાબી, શારજાહ અને દૃુબઈમાં રમાશે.
આ વખતે બપોરે અને સાંજે બે મેચ અડધી કલાક પહેલા રમાશે.
બીસીસીઆઈ અનુસાર યુએઈમાં રમાનાર મેચ ભારતીય સમયાનુસાર બપોરે ૩-૩૦ કલાકથી શરૂ થશે અને સાંજની મેચ ૭-૩૦ કલાકથી શરૂ થશે. આ પહેલા બોર્ડે એજ્યુકેશન ટેક કંપની ‘અનએકેડમીને પણ આઈપીએલની ત્રણ સીઝન માટે ઓફિશિયલ પાર્ટનર બનાવી હતી. બોર્ડે ફેન્ટસી ગેિંમગ પ્લેટફોર્મ કંપની ડ્રીમ૧૧ને આ વર્ષે આઈપીએલ માટે ટાઇટલ સ્પોન્સર બનાવી છે. ડ્રીમ૧૧એ ચીનની મોબાઈલ કંપની વીવોની જગ્યા લીધી હતી.