બીસીસીઆઈની તમામ ટીમોને ચેતવણી: બાયો બબલનો નિયમ તોડનારને થશે ભારે દંડ

ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન બાયો બબલના નિયમનાં ઉલ્લંઘન પર ખેલાડીને ટુર્નામેન્ટથી હટાવી દૃેવામાં આવી શકે છે અને તેની ટીમને એક કરોડ રૂપિયાનો ભારે દંડ પણ ચૂકવવો પડી શકે છે અને ટેબલ પોઈન્ટ પણ કાપવામાં આવી શકે છે. બીસીસીઆઈએ ભાગ લેનાર તમામ આઠ ફ્રેન્ચાઈઝીઓને ચેતવણી આપી છે કે, બાયો બબલથી બહાર જવા પર ખેલાડીને છ દિવસ ક્વોરન્ટીનમાં રહેવું પડશે.
જો બીજી વખત ખેલાડી બાયો બબલનો નિયમ તોડશે તો એક મેચનો બેન લગાવવામાં આવશે અને ત્રીજી વખત તે ખેલાડીને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દૃેવામાં આવશે અને તેની જગ્યાએ ટીમને અન્ય કોઈ ખેલાડી પણ મળશે નહીં. ખેલાડીઓનો દૃૈનિક હેલ્થ પાસપોર્ટ પૂરા નહીં કરવો, ય્ઁજી ટ્રેકર ન પહેરવું અને નક્કી કરેલ સમય પર કોરોના ટેસ્ટ ન કરાવવા પર ૬૦ હજાર રૂપિયા દંડ ભરવો પડી શકે છે. અને આ નિયમ પરિવારનાં સભ્યો અને ટીમ અધિકારીઓ માટે પણ છે.
કોરોના કાળને કારણે બીસીસીઆઈએ આઈપીએલનું આયોજન યુએઈમાં કર્યું છે. અને આઈપીએલ માટે ખાસ સુરક્ષિત બાયો બબલ બનાવવામાં આવ્યું છે. અને બાયો બબલને લઈ બીસીસીઆઈ ખુબ જ ગંભીર છે. અને ખેલાડીઓ કે તેમની ટીમનાં મેમ્બર કોરોનાગ્રસ્ત ન બને તે માટે વિશેષ ધ્યાન રાખવામાં આવી રહૃાું છે. જો કે, અગાઉ સમાચાર આવ્યા હતા કે એક ટીમના ખેલાડી દ્વારા બાયો બબલનાં નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જે બાદ બીસીસીઆઈ દ્વારા ટીમોને ચેતવણી આપવામાં આવી હતી.