બીસીસીઆઈ અધ્યક્ષ ગાંગુલી શારજાહ સ્ટેડિયમમાં રમવાની તૈયારીઓનું નિરીક્ષણ કરવા પહોંચ્યા

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી  તૈયારીઓ જોઇને ખુશ છે. તેઓ સોમવારે યુએઈના શારજાહ સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા. કોરોનાને કારણે કોવિડ – ૧૯ સપ્ટેમ્બરથી ૧૦ નવેમ્બર સુધી યુએઈમાં રમાશે. તમામ ૬૦ મેચ દૃુબઈ (૨૪), અબુધાબી (૨૦) અને શારજાહ (૧૨)માં થશે. ગાંગુલીએ શારજાહ સ્ટેડિયમમાં બાયો-સિક્યુર વાતાવરણમાં રમવા માટેની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કહૃાું કે યુવા ખેલાડીઓ એ ક્રિકેટ મેદૃાનમાં રમવા માટે ઉત્સુક છે જ્યાં સુનિલ ગાવસ્કર અને સચિન તેંડુલકર જેવા મહાન ખેલાડીઓએ ઇતિહાસ રચ્યો છે. તાજેતરમાં શારજાહ સ્ટેડિયમ ખાતે મોટા પાયે અનેક મોટા કામ કરવામાં આવ્યા છે. તેમાં આર્ટિફિશિયલ છત, રોયલ સ્યુટને અપગ્રેડ કરવા ઉપરાંત કોમેન્ટ્રી બોક્સ અને હોસ્પિટાલિટી બોક્સને કોરોના સંબંધિત નિયમો અનુસાર તૈયાર કરવામાં આવ્યા છે.