બુધના અસ્ત થવાની અસર શેરબજાર અને વ્યાપારજગત પર જોવા મળે

મેષ (અ,લ,ઈ) : તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય,જાહેરજીવનમાં સારું રહે.
વૃષભ (બ,વ,ઉ) : કામકાજમાં વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે,મધ્યમ દિવસ.
મિથુન (ક,છ,ઘ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય,શુભ દિન.
કર્ક (ડ,હ) :તમામ ભૌતિક સુખ સગવડ મળે,દિવસ આરામદાયક રહે.
સિંહ (મ,ટ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,નવા કાર્યમાં આગળ વધી શકો.
કન્યા (પ ,ઠ ,ણ ) : તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય,આગળ વધી શકો.
તુલા (ર,ત) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય ) : ખર્ચ પર અંકુશ રાખવો,પૈસા નું આયોજન કરવું જરૂરી છે.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મકર (ખ ,જ ) : કામકાજ માં સફળતા મળે,મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ ) :ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,પ્રગતિ થાય.
મીન (દ ,ચ ,ઝ ,થ):માનસિક ટેન્શન રહ્યા કરે,કામ માં રુકાવટ આવતી જોવા મળે

ગોચર ગ્રહોમાં આગામી વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં શુક્ર,બુધ અને શનિ અસ્ત થવા જઈ રહ્યા છે. શુક્ર 5 થી 12 જાન્યુઆરી સુધી અસ્તના છે જયારે બુધ 17 થી 30 જાન્યુઆરી સુધી અસ્તના રહેશે અને શનિ મહારાજ 21 જાન્યુઆરી થી 24 ફેબ્રુઆરી સુધી અસ્તના રહેશે. અગાઉ લખ્યા મુજબ અસ્તના ગ્રહો રાજા સૂર્યે સોંપેલી વિશેષ કામગીરી પર હોય છે. વ્યવહારિક રીતે જોઈએ તો અસ્તના થતા ગ્રહોની અસર કપાતી જોવા મળે છે જેમ કે બુધના અસ્ત થવાની અસર શેરબજાર અને વ્યાપારજગત પર જોવા મળે છે જયારે શુક્રની અસર સીને જગત, કલા જગત, પ્રણય અને લાગણીના સંબંધમાં જોવા મળે છે વળી અસ્તના શુક્ર વૈવાહિક જીવન પર પણ અસર કરનાર બને છે. જયારે શનિ અસ્તના થાય છે ત્યારે તેની વ્યાપક અસર પ્રજા પર જોવા મળે છે. શનિ દંડનાયક છે ન્યાયના દેવતા છે માટે તેમના અસ્ત થવાથી ન્યાયમાં વિલંબ થતો જોવા મળે છે જાણે અદાલતોમાં ખુબ સમય પસાર થતો લાગે વળી ઘણી જગ્યાએ અન્યાયની ભાવના થતી જોવા મળે તો પ્રજા અને સરકાર વચ્ચે અંતર વધતું જોવા મળે. ઘણા મામલામાં પ્રજા એ સહન કરવાનું આવે. પ્રજામાં એક અસંતોષ ઉભો થતો જોવા મળે વળી શનિ મહેનત છે તો મહેનતના પ્રમાણમાં વળતર ના મળતું હોય તેવો માહોલ જોવા મળે. શ્રમિક વર્ગની પરેશાની વધતી જોવા મળે. વર્ષ 2021 પૂર્ણ થવાના આરે છે અને 2022 આવી રહ્યું છે ત્યારે ગોચરમાં ઘણી સુંદર ઘટનાઓ પણ આકાર લેવાની છે જે વિષે આગામી અંકોમાં ચર્ચા કરતો રહીશ. આપ સહુના ફોનકોલ્સ, મેસેજીસથી ખ્યાલ આવે છે કે એક બહોળો વાચકવર્ગ આ કોલમ સાથે સંકળાયેલો છે. જ્યોતિષશાસ્ત્ર વિષયક આપ પણ કઈ પૂછવા માંગતા હો તો અમારો સંપર્ક કરી શકો છો. આભાર!

રોહિત જીવાણી