- તા. ૫.૭.૨૦૨૨ મંગળવાર, સંવંત ૨૦૭૮ આષાઢ સુદ છઠ, પૂર્વાફાલ્ગુની નક્ષત્ર, વ્યતિપાત યોગ, કૌલવ કરણ આજે સાંજે ૪.૫૨ સુધી જન્મેલાંની સિંહ (મ,ટ) ત્યારબાદ કન્યા (પ ,ઠ ,ણ) .
મેષ (અ,લ,ઈ) : વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે,સફળતા મળે,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : જમીન મકાન વિગેરે સુખ સારું રહે,દિવસ આનંદદાયક રહે.
મિથુન (ક,છ,ઘ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,સામાજિક કાર્ય કરી શકો,શુભ દિન.
કર્ક (ડ,હ) : તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
સિંહ (મ,ટ) : કામકાજ માં સફળતા મળે,તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો,પ્રગતિ થાય.
કન્યા (પ ,ઠ ,ણ) : બિનજરૂરી વિવાદો ટાળવા,બોલવા માં કાળજી રાખવા સલાહ છે.
તુલા (ર,ત) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય) : સ્ત્રી વર્ગ નેમધ્યમ રહે,ધીમી પ્રગતિ જોવા મળે,સુંદર દીવસ.
ધન (ધ,ભ,ફ,ઢ ): નસીબ સાથ આપે,ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.
મકર (ખ,જ) : માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કુંભ (ગ ,સ,શ) :જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
મીન (દ,ચ,ઝ,થ): તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં કાળજી લેવી,મધ્યમ દિવસ.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
અગાઉ લખ્યા મુજબ શનિ વક્રી થયા પછી અદાલત દ્વારા કડક ચુકાદાઓ અને કડક ટિપ્પણીઓ આવી રહી છે. કેન્દ્ર સરકારે સોસીઅલ મીડિયા પર નિયંત્રણ રાખવા જોઈએ એ ટિપ્પણી અને રાજકીય પક્ષો ન્યાયાલયને સ્વાયત રહેવા દે તેવી વાત અદાલતે કરી છે જે વિષે હું અત્રે લખી ચુક્યો છું તો બીજી તરફ અત્રે લખ્યા મુજબ સોસીઅલ મીડિયાનો અલગ રીતે ઉપયોગ થઇ રહ્યો છે જે ચિંતાજનક બાબત છે વળી અત્રે એ પણ લખ્યું હતું કે કમ્યુનિકેશન બાબતે ટિપ્પણીઓ જોવા મળે જે ટિપ્પણી અદાલત દ્વારા કરવામાં આવી છે. અગાઉ લખ્યા મુજબ બુધના સ્વગૃહી થવાથી શેરબજારની સુસ્તી ઉડી છે અને વ્યાપાર અને આયાત નિકાસમાં પ્રગતિ દેખાઈ રહી છે વળી આર્દ્રા નક્ષત્ર વચ્ચે ધીમે ધારે વરસાદ આવી રહ્યો છે જે આગામી દિવસોમાં વૃદ્ધિ પામશે. ગોચર ગ્રહોની વાત કરીએ તો મિથુન રાશિમાં સુંદર બુધાદિત્ય યોગ થઇ રહ્યો છે જ્યાં બુધ મહારાજ સ્વગૃહી બને છે માટે અત્યારે બનતો બુધાદિત્ય યોગ ખુબ સારું પરિણામ આપનાર છે કેન્દ્ર કે ત્રિકોણ માં જે મિત્રોને બુધાદિત્ય યોગ બનતો હોય તેઓને તેમના ક્ષેત્રમાં આગળ લઇ જવામાં ખુબ મદદરૂપ થાય છે અને લાઇમલાઇટમાં પણ લાવે છે.