બુધ મેષ રાશિમાં પ્રવેશ કરશે જે શેર બજારને ઝટકા પછી સ્થિર કરશે

મેષ (અ,લ,ઈ) : તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો,પ્રગતિકારક દિવસ રહે.
વૃષભ (બ,વ,ઉ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
મિથુન (ક,છ,ઘ) : વાદ વિવાદ થી દૂર રહેવું,જામીનગીરી ના કરવા સલાહ છે..
કર્ક (ડ,હ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) : વેપારીવર્ગ ને સારું રહે,નવી દિશાઓ ખુલતી જણાય,પ્રગતિ થાય.
કન્યા (પ ,ઠ ,ણ ) : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,દાન ધર્મ કરી શકો,શુભ દિન.
તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તબિયતની કાળજી લેવી,ખાવા પીવામાં ધ્યાન રાખવું,મધ્યમ દિવસ.
મકર (ખ ,જ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.
કુંભ (ગ ,સ,શ ) : કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો .

ગુરુ મહારાજના મકરમાં થી છુટ્ટા પડ્યા બાદ શનિ અને પ્લુટો યુતિએ મહામારીની ગતિ વધારી છે. ગુરુ મહારાજની હાજરીથી પરિસ્થિતિ કાબુ માં હતી, હાલના સમયમાં ગ્રહોની ગતિને સમજીને વધુમાં વધુ સાવચેતી રાખવી જરૂરી બને છે. વાણિજ્યના ગ્રહ બુધ મહારાજ મેષ રાશિમાં પ્રવેશ કરશે જે શેર બજારને થોડા ઝટકા પછી સ્થિર કરાવવામાં મદદ કરશે. આજરોજ શુક્રવારને ચોથું નોરતું છે. ચોથા નોરતે માતા કુષ્માન્ડાની આરાધના કરવામાં આવે છે. કૂષ્માંડા એ નવદુર્ગાનું ચોથું સ્વરૂપ છે. તેમને આઠ ભુજાઓ છે જેમાં તેમણે કમંડળ, ધનુષ-બાણ, કમળ, અમૃતમય કળશ, માળા, ગદા અને ચક્ર ધારણ કરેલાં છે. તેમનું વાહન વાઘ છે. તેમનાં મધુર હાસ્યથી બ્રહ્માંડની ઉત્પત્તિ થયાનું કહેવાય છે. તેમની આરાધનાથી બધી વિપત્તિઓનો નાશ થાય છે. કૂષ્માંડા બ્રહ્માંડનાં રચયિતા ગણાય છે. કૂષ્માંડાનો એક અર્થ “આખું જગત જેના ઉદરમાં છે એવી દેવી’ એમ પણ કરાયો છે. આ દેવીને સિદ્ધિદાત્રી તરીકે પણ ઓળખાવાય છે અને દેવીને કોળાનો ભોગ પસંદ છે. દેવી કૂષ્માંડા સૂર્યને દિશા અને ઊર્જા પ્રદાન કરે છે. ખાસ કરીને જે મિત્રો સર્વિસમાં છે તેમને પદ ઉન્નતિ માટે માતા કૂષ્માંડાનું આરાધન કરવું જોઈએ.