બુધ વેપાર-વાણિજ્ય-આયાત-નિકાસ-બેન્ક-અર્થતંત્ર-મુદ્રા વિગેરે પર આધિપત્ય ધરાવે છે

તા. ૧૨.૫.૨૦૨૨ ગુરુવાર, સંવંત ૨૦૭૮ વૈશાખ સુદ અગિયારસ, ઉત્તરાફાલ્ગુની  નક્ષત્ર, હર્ષણ  યોગ, વણિજ   કરણ આજે  જન્મેલાંની  ચંદ્ર રાશિ  કન્યા (પ ,ઠ ,ણ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે,બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.
વૃષભ (બ,વ,ઉ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો.
મિથુન (ક,છ,ઘ) :  જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
કર્ક (ડ,હ)       : નવા કાર્યમાં આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો.
સિંહ (મ,ટ) :  આર્થિક બાબતો માં મધ્યમ રહે,આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.
કન્યા (પ ,ઠ ,ણ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે,નવા સંપર્કો સાથે વાત થાય.
વૃશ્ચિક (ન ,ય) : નવા વિચાર થી મન સારું રહે ,પરિવાર સાથે આનંદ માણી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ ): નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.
મકર (ખ,જ) : ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ) : મિશ્ર અનુભવ આપતો દિવસ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
મીન (દ,ચ,ઝ,થ): વિવાહયોગ્ય મિત્રો માટે સારી  વાત આવી શકે છે,સુંદર દિવસ.

અગાઉ લખ્યા મુજબ બુધ મહારાજ વક્રી થતા મુદ્રા સ્થિતિથી લઇ વિશ્વમાં અનેક જગ્યા એ અર્થતંત્રમાં તકલીફ જોવા મળે છે. બુધ મહારાજ ૧૦ મે થી ૨ જૂન સુધી વક્રી રહેનાર છે. બુધ મહારાજ વેપાર-વાણિજ્ય-આયાત-નિકાસ-બેન્ક-અર્થતંત્ર-મુદ્રા વિગેરે પર આધિપત્ય ધરાવે છે માટે બુદ્ધના વક્રી થવાથી બજારમાં મંદીનો માહોલ જોવા મળે વળી મોંઘવારી અને ફુગાવો જોર પકડાતા જોવા મળે સરકારે આ સ્થિતિમાં થી બહાર આવવા પગલાં ભરવા પડે. આ સમયમાં બેન્કોને મુશ્કેલી પડતી જણાય તો બીજી તરફ આયાત નિકાસ બાબતે પણ નવા સમીકરણ થતા જોવા મળે. મુદ્રાસ્થિતિ કથળતી જણાય અને શેરબજારમાં પણ ઉઠાપટક જોવા મળે. ખાસ નોંધનીય બાબત એ છે વાણિજ્યના ગ્રહ બુધ એટલા દિવસો માટે વક્રી થવાથી વિશ્વના અનેક દેશોમાં મંદીનો માહોલ જોવા મળશે અને વૈશ્વિક સ્તરે અનેક કંપનીને અને દેશોને અસર થતી જોવા મળશે જે વૈશ્વિક મંદીની શરૂઆત કહી શકાય. આ દિવસોમાં અનેક મોટા લોકોની સંપંત્તિ ઘટતી અને કંપનીઓની તાકાત ઘટતી જોવા મળશે તો મોટી કંપનીઓ આ દરમિયાન વેચાતી જોવા મળશે. ખાસ કરીને આઇટી પ્રકારની કંપનીઓ મુશ્કેલીમાં આવતી જોવા મળશે. વળી મંગળ શનિ ની યુતિના કારણે રશિયા યુક્રેન જેવી સ્થિતિ અન્ય જગ્યા એ થતી પણ જોવા મળે જેની સામે પ્રમુખ દેશોના સંગઠનોએ ઠોસ કદમ ઉઠાવવા પડે વળી આ સમયમાં ચીનની તાકાત વધતી જોવા મળે જેની નેગેટિવ અસર ભારત પણ પહેલા જોવા મળે જો કે એક પછી એક પાડોશી દેશને બરબાદ કરવાની ચીનની ઈચ્છા વારંવાર સામે આવતી જોવા મળે છે.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી