તા. ૩૦.૧૨.૨૦૨૨ શુક્રવાર, સંવંત ૨૦૭૯ પોષ સુદ આઠમ, ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર, વરિયાન યોગ, બાલવ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ મીન (દ,ચ,ઝ,થ) રહેશે .
મેષ (અ,લ,ઈ) : સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે,નિર્ણયમાં ઉતાવળ ના કરવી.
વૃષભ (બ,વ,ઉ) : આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ,આગળ વધી શકો.
કર્ક (ડ,હ) : આધ્યત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો,શુભ દિન.
સિંહ (મ,ટ) : માનસિક વ્યગ્રતા જણાય,મનનું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કન્યા (પ,ઠ,ણ) : મિત્રો સાથે બગડેલા સંબંધ સુધારી શકો, દિવસ આનંદદાયક રહે.
તુલા (ર,ત) : નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો,દિવસ એકંદરે સારો.
વૃશ્ચિક (ન,ય) : વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય સારો રહે,કામગીરી આગળ વધે.
ધન (ધ,ભ,ફ,ઢ): પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો,કામકાજ માં પ્રગતિ થાય.
મકર (ખ,જ) : તમારી અંદરની પ્રતિભા બહાર લાવી શકો,કાર્યમાં સફળતા મળે.
કુંભ (ગ,સ,શ ) : પરિવાર માં સુખ શાંતિ રહે,ઊંઘ આવવામાં પ્રશ્નો થતા લાગે.
મીન (દ,ચ,ઝ,થ): ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના બને.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
અગાઉ અત્રે લખેલું કે આગામી દિવસોમાં લોકોનો ડેટા વેચાતો જોવા મળશે જેના અનેક અનુભવ લોકોને થયા અને હવે રેલવેના ૩ કરોડ યુસર્સના નામ મોબાઈલ નંબર વિગેરે ડેટા લીક થયો છે અને અન્ય ઘણા ડેટા લીક થવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે ગોચર ગ્રહોની ચાલ મુજબ અહીં લખેલી ઘણી બાબતો સત્ય પુરવાર થઇ રહી છે અને બુધ અસ્ત થવા પૂર્વે ટ્વિટર કલાકો સુધી બંધ રહ્યાના સમાચાર આવી રહ્યા છે તો બીજી તરફ ખપ્પર યોગ અને અગ્નિ પંચકમાં આગજનીના અનેક બિહામણા સમાચાર સામે આવી રહ્યા છે વળી સીને જગત પર અત્રે લખ્યા મુજબ બે હિરોઈન અને હવે નિર્માતા નીતિન મનમોહનનું અવસાન થયું છે વળી આ સંજોગોમાં લોકો આત્મઘાત માટે વધુ પ્રેરાય તેવા સંજોગો બની રહ્યા છે તેથી કેટલાક નામી વ્યક્તિઓ એવું અંતિમ પગલું ભરતા જોવા મળશે વળી અગાઉ લખ્યા મુજબ એર ટ્રાફિક અને પ્લેનની બાબતો માથાનો દુખાવો સાબિત થાય વળી દુર્ઘટનાથી સાવચેત રહેવું પડે જે વિષે હું અત્રે અગાઉ લખી ચુક્યો છું. ગોચર ગ્રહોની વાત કરીએ તો બુધ અને શુક્ર મહારાજ શનિ સાથે મકરમાં પહોંચી ચુક્યા છે અને બુધ શનિ શુક્ર સાથે હોવાથી બજાર વિષે અનુમાનો ખોટા પડતા જોવા મળશે અને ના ધારેલી ચાલ બહાર આવતી જોવા મળશે વળી વક્રી બુધ સોસીઅલ મીડિયામાં નવા સમાચાર લાવતો જોવા મળશે અને મુદ્રાસ્થિતિમાં ફેરફાર આવતા જોવા મળશે.