બેન, હું બિમાર હોવાથી લગ્ન નથી કર્યા એવુ ભાભીને સમજાવો

  • ધારીમાં 181ની ટીમે પહોંચી પરામર્શ કરી સમાધાન કરાવ્યું

અમરેલી,અમરેલી ના ધારી તાલુકા ના એક ગામ માંથી એક મહિલા એ 181 મા ફોન કરી મદદ મેળવી ત્યારે આ બેન સુધી પહોંચી બેન સાથે પરામર્સ કરતા જાણવા મળેલ બેન ને બેન ને પેટ નો દુખાવો હોય જેમાં ઓપરેશન આવેલ તેઓ પુરી રીતે સ્વસ્થ ન હોય જેથી લગ્ન કરેલા નથી, 40 વર્ષ જેવી હાલ ઉંમર થયેલ છે માતા અને ભાઈ સાથે જીવન ગુજાર કરું છે, બેન ભાઈ છે જેમાં નાના ભાઈ જે અલગ થી બાજુમાં રહે છે તે ભાભી અવાર નવાર કોઈ પણ વાત લઈ જગડો કરે છે ગાળો પણ આપે છે, ત્યારે બેન ના ભાભી ને સાથે રાખી બંને નણંદ ભાભી નું પરામર્સ કરતા તેમના ભાભી ને તેઓ ભાભી નહિ પરંતુ માં બની બેન ની જવાબદારી એમને પડતી મુશ્કેલીમા તેમનો પુરે પૂરો સાથ આપવો જોઈએ, આમ તેમના ભાભી ને પણ તેમની જવાબદારી સમજાણી તેઓ આગળ થી તેમના નણંદ ની સાથે સારી રીતે વર્તશે ને તેમને સારી રીતે વાર તહેવારો મા સાચવશે.આમ 181 દ્વારા ભાઈ અને માતા સાથે જીવન નિર્વાહ કરતા મહિલા ને યોગ્ય પરામર્સ જરૂરી માહિતી માર્ગદર્શન આપી જીવન મા આવતા પડકારો સામે કેવી રીતે સામનો કરવો સમય નો કેવો કયા ઉપયોગ કરી સરકાર શ્રી દ્વારા ચાલતી યોજનાઓ ની માહિતી આપી જરૂર જણાયે181 અભયમ ની મદદ લેવા જણાવેલ.