બેફામ કપાતા જંગલો જ આવી મહામારી માટે કારણભૂત ગણી શકાય

મેષ (અ,લ,ઈ) : ધંધો-રોજગાર શોધતા મિત્રો માટે સમય ઘણો સારો રહે.
વૃષભ (બ,વ,ઉ) : આધ્યાત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : ધીમે ધીમે પરિસ્થિતિ તમારી તરફેણમાં આવે,આગળ વધી શકો.
કર્ક (ડ,હ) : આંતરિક અને બાહ્ય જીવન વચ્ચે બેલેન્સ કેળવી શકો,શુભ દિન.
સિંહ (મ,ટ) : હિતશત્રુઓથી સાવધ રહેવું પડે,વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.
કન્યા (પ ,ઠ ,ણ ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો અને વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે શુભ.
તુલા (ર,ત) : દિવસ આરામથી પસાર કરી શકો,નવા વિચારોને અમલમાં મૂકી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,આગળ વધવાની તક મળે.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ) : સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો,ધાર્યા કામ પાર પડે.
મકર (ખ ,જ ) : તમારી મહેનતનું સારું પરિણામ મળે,તમારી સરાહના થાય.
કુંભ (ગ ,સ,શ ) : નિયમિત જીવન કરવું જરૂરી છે,વધુ પડતી દોડધામ ટાળવા સલાહ.
મીન (દ ,ચ ,ઝ ,થ) : લોકો પાસેથી સિફતથી તમારું કામ લઇ શકો,લાભદાયક દિવસ.

એસ્ટ્રો વાસ્તુ ટિપ્સ: અગાઉ લખ્યા મુજબ ઉત્તરાખંડના જંગલો સહીત અનેક જગ્યાએ મોટા પ્રમાણમાં આગ લાગી છે. મંગળ-રાહુ યુતિ આતંકી હુમલા અને નક્સલી હુમલાથી ભરેલી રહી છે જે વિષે અગાઉ અત્રે લખી ચુક્યો છું. મ્યાંમારથી લઇ અફઘાનિસ્તાન સુધી અશાંતિનો દોર ચાલુ રહ્યો છે. આ ઉપરાંત જોર્ડનમાં પણ કિંગ અબ્દુલ્લાએ તેના જ સૌતેલા ભાઈને નજરબંધ કર્યા છે. વિશ્વમાં અનેક જગ્યાએ મંગળ રાહુની યુતિના પડઘા પડી રહ્યા છે. વળી આ જ યુતિ મહામારીને વધુ ભડકાવી રહી છે જો કે જેમ જેમ મંગળ રાહુથી દૂર થશે તેમ તેમ તેના રસ્તાઓ થતા જોવા મળશે. બુધ મહારાજ નીચસ્થ થવા સાથે શેરબજાર પર વિપરીત અસર જોવા મળી રહી છે વળી અને ઉદ્યોગ અને વ્યાપારમાં પણ તેની અસર જોવા મળી રહી છે જે વિષે અત્રે અગાઉ લખી ચુક્યો છું. જંગલો કાપવા બાબતમાં બહુ અગાઉ જે ચેતવણી અત્રે આપી હતી તેને હવે વૈશ્વિક સમર્થન મળી રહ્યું છે અને રિપોર્ટ્સ માં પણ કહેવામાં આવ્યું છે કે બેફામ કપાતા જંગલો જ આવી મહામારી માટે કારણભૂત ગણી શકાય. આગામી સમયમાં પણ કુદરતી આપદાઓ થી બચવા માટે જંગલો આશીર્વાદ રૂપ છે તેનો વિનાશ એ માનવજાતના વિનાશ બરાબર છે.