’બેલબોટમ’ માટે ૧૦ દિવસમાં ૮૦ના દાયકાનું વડાપ્રધાન કાર્યાલય રીક્રિએટ કરાયું

અક્ષયકુમાર આજકાલ સ્કોટલેન્ડમાં ગ્લાસગો શહેરમાં ફિલ્મ ’બેલબોટમ’નું શૂિંટગ કરી રહૃાો છે. અહીંયા સ્થાનિક તંત્રનો પણ ભરપૂર સપોર્ટ મળ્યો છે. ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોએ કહૃાું હતું કે હાલમાં ઈન્દિરા ગાંધીના સમયના ઘટનાક્રમનું શૂિંટગ ચાલી રહૃાું છે. ગ્લાસગોના મુખ્ય બજાર સ્થિત એક સરકારી ઓફિસના બેંક્વેટને ઈન્દિરા ગાંધીના સમયના વડાપ્રધાન કાર્યાલયમાં રીક્રિએટ કરવામાં આવ્યું છે. ભારતથી ગયેલી પ્રોડક્શન તથા ડિરેક્શન ટીમને હોલિવૂડ ફિલ્મ ’મેન ઈન બ્લેક’ તથા ’સલી’ જેવા ફિલ્મના સેટ ક્રિએટ કરેલા લોકોનો સાથ મળ્યો છે. પ્રોડક્શન સાથે જોડાયેલા લોકોએ કહૃાું હતું કે તમામ ક્રૂ મેમ્બર્સ કોરોના પ્રોટોકૉલનું પાલન કરી રહૃાા છે.
અહીંયા કોરોનાનો રિપોર્ટ ભારતની તુલનાએ ઝડપથી મળે છે. ફિલ્મની સ્ટાર-કાસ્ટ તથા અન્ય લોકો ૧૪ દિવસને બદલે ૧૦ જ દિવસ ક્વૉરન્ટીન રહૃાા હતાં. ઘણાં લોકો તો બેઝમેન્ટમાં સેટ સાથે જોડાયેલા કામ પણ કરતા હતા. ત્યારબાદ સ્થાનિક ટીમ પણ જોડાઈ હતી. આ ટીમ પાસે અત્યાધુનિક મશીનો છે. આ મશીનથી પીએમઓનો પૂરો સેટ માત્ર ૧૦ દિવસમાં તૈયાર કરવામાં આવ્યો હતો. સેટ તથા આખા શહેરમાં કોરોનાથી બચવા માટે પૂરતા ઉપાયો કરવામાં આવ્યા છે.
એક એક્ટરે કહૃાું હતું કે આખા શહેરમાં ૨૦-૨૦ મીટરના અંતરે સેનિટાઈઝર શૉવર લગાવવામાં આવ્યા છે. માર્કેટમાં લોકો કોઈ પણ જાતના ડર વગર ફરી રહૃાા છે. અહીંયા લોકો ચારરસ્તા, ગલીઓમાં સેનિટાઈઝર શૉવરવાળા મશીનમાંથી પસાર થાય છે અને ડિસઈન્ફેક્ટેડ થઈ જાય છે.