બે દિવસની રાહત બાદ પેટ્રોલમાં ૩૫ પૈસાનો વધારો ઝીંકાયો

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી લોકોને રાહત મળતી નથી દેખાઈ રહી. સતત વધતી કિંમતોના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. બે દિવસના અંતર બાદ એક વાર ફરીથી પેટ્રોલની કિંમતો વધારવામાં આવી છે. ઈન્ડિયન ઓઈલ કૉર્પોરેશને પેટ્રોલના ભાવમાં ૩૫ પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. ત્યારબાદ દિલ્લીમાં પેટ્રોલના ભાવ ૯૮.૮૧ રૂપિયાથી ૯૯.૧૬ રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયા છે. વળી, મુંબઈમાં ૩૪ પૈસા પેટ્રોલના ભાવ વધવાના કારણે તેની કિંમત ૧૦૪.૯૦ રૂપિયા પ્રતિ લિટરથી ૧૦૫.૨૪ રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જો કે ડીઝલના ભાવમાં આજે કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા એક મહિનામાં ૧૬ વાર વધારો કરવામાં આવ્યો છે. મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સૌથી વધુ છે. વેલ્યુ એડેડ ટેક્સના કારણે દેશના અલગ અલગ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ અલગ છે. દિલ્લીમાં પેટ્રોલના ભાવ ૯૯.૧૬, મુંબઈમાં ૧૦૫.૨૪, ચેન્નઈમાં ૧૦૧.૧૩ અને કોલકત્તામાં ૯૯.૦૪ રૂપિયા પ્રતિ લિટર છે. વળી, ડીઝલની વાત કરીએ તો દિલ્લીમાં ૮૯.૧૮. મુંબઈમાં ૯૬.૭૨, ચેન્નઈમાં ૯૩.૭૨, કોલકત્તામાં ૯૨.૦૩ રૂપિયા પ્રતિ લિટર છે.

છેલ્લા ૩૪ દિવસોની વાત કરીએ તો પેટ્રોલના ભાવમાં ૮.૮૪ રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. વળી, ડીઝલ છેલ્લા ૩૩ દિવસોમાં ૮.૩૯ રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થઈ ગયુ છે. આ દરમિયાન ઓપેક દેશ ઓગસ્ટથી ડિસેમ્બર દરમિયાન ક્રૂડ ઓઈલની કિંમત વધારવા જઈ રહૃાુ છે. જે રીતે પેટ્રોલ અને ડીઝલના્ ભાવ વધી રહૃાા છે તેણે સામાન્ય જનતાની કમર તોડી દીધી છે. તમામ વિરોધ બાદ પણ આ કિંમતો ઘટાડવા પર સરકાર તરફથી કોઈ વિચાર કરવામાં નથી આવી રહૃાો.

દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડિઝલના ભાવ

શહેર      પેટ્રોલના ભાવ     ડિઝલના ભાવ

દિલ્હી     ૯૯.૧૬                 ૮૯.૧૮

મુંબઇ     ૧૦૫.૨૪              ૯૬.૭૨

ચેન્નાઇ    ૧૦૦.૧૩              ૯૩.૭૨

કોલકત્તા               ૯૯.૦૪                 ૯૨.૦૩