બે દિવસમાં અમરેલી જિલ્લામાં 1339 વાહનો ડીટેઇન કરતી પોલીસ

(ક્રાઇમ રિર્પોટર)કોરોનાને અમરેલી જિલ્લામાં ન પ્રવેશવા દેવા માટે શનીવારથી લોકડાઉનને વધારે કડક બનાવવા માટે સઘન ચેકીંગ સાથે એસપી શ્રી નિર્લિપ્ત રાય દ્વારા અપાયેલ નિર્દેશ અનુસાર અમરેલી જિલ્લામાં શનીવારે 655 અને રવીવારે 684 મળી બે જ દિવસમાં 1339 વાહનો ડીટેઇન કરવામાં આવેલ છે. અને આમા નોંધનીય બાબત એ પણ છે કે રવીવારે અમરેલીમાં પોતાની પ્રાયવેટ કાર નિકળેલા એક નાયબ કલેકટરએ ફરજ પરનાં પોલીસને વ્યવસ્થિત જવાબ ન આપતા અને કારમાં કાગળો સાથે ન હોવાને કારણે કારને ડીટેઇન કરવામાં આવી હતી અને તેને દંડનો મેમો આપવામાં આવ્યો હતો.જેને કારણે રાજયભરમાં આ મામલો ભારે ચર્ચામાં આવ્યો હતો. તથા ગઇ કાલ તા.26/04/2020 ના રોજ લોક ડાઉનનો ભંગ કરતાં કુલ 108 શખ્સો સામે 86 ગુન્હાઓ દાખલ કરી વાહનો કબ્જે કરવામાં આવેલ છે. બીજી તરફ જિલ્લામાં બિનજરૂરી આંટા-ફેરા મારતા 50 શખ્સો સામે લાઠી, મરીન જાફરાબાદ, ચલાલા, ધારી, નાગેશ્રી, વંડા, વડીયા, દામનગર, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા રૂરલ, લીલીયા, બાબરા, સાવરકુંડલા ટાઉન, ખાંભા, રાજુલા, અમરેલી તાલુકા અને અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં 49 ગુન્હાઓ રજી. કરાવવા માં આવેલ છે.બિનજરૂરી કામ વગર જાહેરમાં તથા ધાર્મિક સ્થળોએ ભેગા થઇ ટોળા વળી, સોશ્યલ ડીસ્ટન્સ નહીં જાળવી, જાહેરનામાનો ભંગ કરતાં 11 શખ્સો સામે બગસરા અને અમરેલી સીટી પો.સ્ટે.માં 2 ગુન્હા રજી. થયેલ છે.માસ્ક પહેર્યા વગર તથા સેનીટાઇઝર સાથે નહીં રાખી મુસાફરી કરતાં મળી આવી જાહેર આરોગ્ય સાથે ચેડાં કરતાં 26 શખ્સો સામે લાઠી, ચલાલા, ધારી, નાગેશ્રી, વંડા, વડીયા, દામનગર, મરીન પીપાવાવ, જાફરાબાદ, સાવરકુંડલા રૂરલ, સાવરકુંડલા ટાઉન, ડુંગર અને ખાંભા પો.સ્ટે.માં 23 ગુન્હા રજી. કરવામાં આવેલ છે.
આ ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમરેલીનાઓ તરફથી બહાર પાડવામાં આવેલ જાહેર આરોગ્ય અંગેના જાહેરનામાનો ભંગ કરતા 5 શખ્સો સામે મરીન જાફરાબાદ અને અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં 5 ગુન્હા રજી. કરવામાં આવેલ છે.દુકાનો, મોલ, કારખાનાં ખુલ્લા રાખી, લારીઓ ફેરવી, ઘરે તમાકુનું ગે.કા. વેચાણ કરી, ટોળા ભેગા કરી, સેનીટાઇઝર કે માસ્કની વ્યવસ્થા નહીં રાખી જાહેરનામાનો ભંગ કરતા 1 શખ્સ સામે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં 1 ગુન્હો રજી. કરવામાં આવેલ છે.અસરગ્રસ્ત વિસ્તારો વાળા જિલ્લામાંથી અમરેલી જિલ્લામાં પ્રવેશ કરતાં 11 શખ્સો સામે બગસરા, સાવરકુંડલા ટાઉન અને રાજુલા પો.સ્ટે.માં 5 ગુન્હા રજી. કરવામાં આવેલ છે.હોમ કોરેન્ટાઇનની સુચના આપેલ હોવા છતાં જાહેરમાં નીકળી, જાહેર આરોગ્ય સાથે ચેડાં કરી, જાહેરનામાનો ભંગ કરતા 4 શખ્સો સામે સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.માં 1 ગુન્હો રજી. કરવામાં આવેલ છે.