બે દિવસમાં બે પોલીસ સબ ઇન્સપેકટરોને સસ્પેન્ડ કરતા એસપીશ્રી નિર્લિપ્ત રાય : પોલીસ બેડામાં સન્નાટો

  • એસપીશ્રી નિર્લિપ્ત રાયના મો.નં. 9978405063 ઉપર બાતમી મોકલવા અનુરોધ
  • સાવરકુંડલામાં શહેર પોલીસના પીએસઆઇ બી.વી. પંડયા અને અમરેલી તાલુકા પોલીસના પીએસઆઇ પી.બી. લકકડને તાકીદની અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા

અમરેલી,
અમરેલીના તાલુકા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફનું વિસર્જન કરવાની સાથે સાથે જ માત્ર બે જ દિવસમાં અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાયએ બે પીએસઆઇને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં સન્નાટો છવાઇ ગયો છે.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, સાવરકુંડલાના શહેર પોલીસ મથકના પીએસઆઇ શ્રી બી.વી. પંડયાને ગેરશિસ્ત અને અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી પી.બી. લકકડને પણ એક અકસ્માતના બનાવમાં બેદરકારી બદલ તાકીદની અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હોવાનું જાણવા મળેલ છે. બીજી તરફ એસપીશ્રી નિર્લિપ્ત રાયએ લોકોની આસપાસ ચાલી રહેલી અસામાજીક પ્રવૃતિઓ માટે પોતાનાં વોટ્સએપ નંબર 9978405063 ઉપર વિગત મોકલવા અનુરોધ કર્યો છે.