બે મેઈડ ઈન ઈન્ડિયા વેક્સિન નવા વર્ષની સૌથી મોટી ઉપલલ્ધિ: મોદી

  • વડાપ્રધાને નેશનલ મેટ્રોલોજી કોન્કલેવનું વીડિયો કોન્ફરન્સિંગથી ઉદ્ધાટન કર્યું
  • દેશ આત્મનિર્ભર બની રહૃાો છે, હવે સેકન્ડનો અબજમો હિસ્સો માપવાની સક્ષમતા, દુનિયામાં ભારતની પ્રોડક્ટ્સની તાકાત વધવી જોઈએ

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નેશનલ મેટ્રોલોજી કોક્ધ્લેવનું ઉદ્ઘાટન કર્યુ. તેમણે નેશનલ ઓટોમિક ટાઇમસ્કેલ અને ભારતીય નિર્દૃેશક દ્વવ્યની શરૂઆત પણ કરી. સાથે જ નેશનલ એનવાયરમેન્ટલ સ્ટેન્ટર્ડ્સ  લેબોરેટ્રીની આધારશિલા રાખી.

આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહૃાું કે, નવા દાયકામાં આ શુભારંભ દેશનું ગૌરવ વધારનાર છે. નવું વર્ષ વધુ એક મોટી ઉપલબ્ધિ લઈને આવ્યું. વિજ્ઞાનીઓએ એક નહીં પણ બે મેઈડ ઈન ઈન્ડિયા વેક્સિન તૈયાર કરવામાં સફળતા મેળવી છે. દેશને વેજ્ઞાનીઓના યોગદાન પર ગર્વ છે. દુનિયાનો સૌથી મોટો વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ થવા જઈ રહૃાો છે.

તેમણે કહૃાું કે, CSIRના વેજ્ઞાનિક દેશમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરે. કોરોના કાળમાં પોતાના અનુભવો અને આ શોધની દિશામાં કરવામાં આવેલા કામોને નવી પેઠી સાથે શેર કરે. આનાથી આવનારા સમયમાં યુવા વેજ્ઞાનિકોની નવી પેઠી તૈયાર કરવામાં મોટી મદદ મળશે.

CSIR એક રીતે ભારતનું ટાઈમ કિપર છે. જ્યારે સમયની જવાબદારી આપની છે તો નવા સમયનું બનવું પણ આપના પર જ નિર્ભર રહેશે. આ દાયકામાં ભારતે પોતાના સ્ટાન્ડર્ડ્સને નવી ગતિ આપવાની થશે. આપણી સર્વિસિઝની ક્વોલિટી હોય, સરકારી હોય કે પ્રાઈવેટ, ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ નક્કી કરશે કે ભારતીય પ્રોડક્ટ્સની તાકાત દુનિયામાં કેટલી વધે. કોઈપણ રિસર્ચ માપ અને તોલ વિના આગળ ન વધી શકે. આથી મેટ્રોલોજી, મોર્ડેનિટીની આધારશિલા છે. મેટ્રોલોજી આપણા માટે મિરર જેવી છે. દુનિયામાં આપણી પ્રોડક્ટ્સ ક્યાં સ્ટેન્ડ કરે છે, આ ઈન્ટ્રોસ્પેક્શન મેટ્રોલોજીથી જ સંભવ છે.

પીએમ મોદીએ કહૃાું કે, ગ્લોબલ ઇનોવેશન રેિંક્ધગમાં ભારત ટોપ ૫૦ દેશોમાં સામેલ છે અને રિસર્ચની આત્મા ક્યારેય મરતી નથી. યુવાઓ પાસે રિસર્ચ અને ઇનોવેશનની અપાર સંભાવનાઓ છે. આજનું ભારત પર્યાવરણની દિશામાં દુનિયાનું નેતૃત્વ કરવાની દિશામાં આગળ વધી રહૃાું છે. એર ક્વોલિટી અને એમિશન માપવાની ટેક્નિકથી લઇને ટૂલ્સ સુધી અમે બીજા પર નિર્ભર રહૃાાં છે. આજે આમાં પણ આત્મનિર્ભરતા માટે આપણે મોટું પગલું ભર્યું છે.

કોઈપણ પ્રગતિશીલ સમાજમાં રિસર્ચ જીવનનો સહજ સ્વભાવ પણ હોય છે. એનો પ્રભાવ કમર્શિયલ અને સોશિયલ હોય છે. અનેકવાર રિસર્ચ કરતી વખતે એ અંદાજ હોતો નથી કે ભવિષ્યમાં એ શું કામમાં આવશે, પરંતુ જ્ઞાનનો ભંડાર ક્યારેય બેકાર જતો નથી. જે રીતે આત્મા મરતી નથી, એમ જ રિસર્ચ પણ ક્યારે મરતું નથી.