- રાજકોટમાં ૪૭ કેસ-૨૬નાં મોત, ૫ બેંક કર્મચારી અને ૮ વકીલને કોરોના
રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. રાજકોટમાં ૪૭ કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે ૨૬નાં મોત નિપજ્યાં છે. રાજકોટ શહેરના ૧૪, ગ્રામ્યના ૬ અને અન્ય જિલ્લાના ૬ દર્દીના મોત નિપજ્યાં છે. જ્યારે શહેરમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૪૧૦૧ પર પહોંચી ગઈ છે. જેમાંથી ૧૩૪૩ દર્દીઓ સારવાર હેઠળ છે. રાજકોટ શહેરમાં બુધવારે ૯૪ પોઝિટિવ દર્દી નોંધાયા છે. જ્યારે ૧૦૬ દર્દીને રજા આપવામાં આવી છે. શહેરમાં આવેલી લગભગ તમામ સરકારી કચેરીઓમાં કોરોનાની એન્ટ્રી થઇ ચૂકી છે. મનપા, પોલીસ, રૂડા, જીએસટી, યાર્ડ, બેંકના કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવી રહૃાા છે.
રાજકોટમાં બેંક ઓફ બરોડાની યાજ્ઞક રોડ પરની બ્રાન્ચના પાંચ કર્મચારીઓનો પોઝિટિવ રિપોર્ટ આવતા બેંક બે દિૃવસ માટે બંધ કરવામાં આવી છે. રાજકોટ બાર એસોસિએશન દ્વારા વકીલો અને કોર્ટ સ્ટાફ માટે કોરોના વાયરસ માટે એન્ટીજન ટેસ્ટ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૮નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સરકાર દ્વારા કેટલીક શરતો સાથે લોકોને પોતાનો વ્યવસાય ચાલુ કરવા છૂટ આપવામાં આવી છે. લોકોએ સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દૃંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે તેવા સ્થળો અને માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો પાસે તુરંત જ દબાણ હટાવ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આજે શહેરમાંથી ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ૩૮ આસામીઓ પાસેથી રૂપિયા ૩૮ હજાર અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા ૫ ચા-પાનના ધંધાર્થીઓ પાસેથી રૂપિયા ૧૦ હજારનો દૃંડ વસુલ કરવામાં આવ્યો છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. રાજકોટ સોની બજારમાં સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાના વધતા કેસોને કારણે સોની બજારદ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. તા. ૧૨ સપ્ટેમ્બરથી ૧૯ સપ્ટેમ્બર સુધી સોની બજાર બંધ રહેસે. આજે પણ બે વેપારીના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. આથી અન્ય વેપારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહૃાો છે.