બૈરૂત માં ભયંકર વિસ્ફોટ બાદ બે અઠવાડિયાની ઇમરજન્સી લાગુ

બૈરૂત ,
લેબનાનની રાજધાની બેરુતમાં થયેલી ભયાનક બ્લાસ્ટ બાદૃ સરકારે બે અઠવાડિયા સુધી અહીં ઇમર્જન્સીની જાહેરાત કરી દૃીધી છે, અને આ દરમિયાન સેનાને કેટલાક અધિકારો આપી દેવામાં આવ્યા છે.
સરકારે બુધવારે કેબિનેટ બેઠક બાદ ઇમર્જન્સી લગાવવાની જાહેરાત કરી છે, સરકારે કહૃાું કે, બેરુત પોર્ટના કેટલાક અધિકારીઓને આ તપાસ થાય ત્યાં સુધી નજરબંધ કરવામાં આવી રહૃાાં છે, કે ૨૭૫૦ ટન એમૉનિયમ નાઇટ્રેટ પોર્ટ સુધી કેવી રીતે આવ્યો.
માનવામાં આવી રહૃાુ છે કે બેદૃરકારીના કારણે વિસ્ફોટ થયો, આ ઘટનામાં ૧૦૦થી વધુ લોકો માર્યા ગયા છે, અને લગભગ ૪ હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ લેબનાનના લોકો પ્રત્યે સંવેદૃના પ્રગટ કરી છે. તેમને સહાય મોકલવાની પણ જાહેરાત કરી છે.