બૉલિવૂડ એક્ટર અર્જુન કપૂર થયો કોરોનાગ્રસ્ત, થયો હૉમ ક્વૉરન્ટિન

મુંબઈ: બૉલિવૂડ એક્ટર અર્જુન કપૂરને કોરોના થઈ ગયો છે. અર્જુન કપૂરે આ વાતની જાણ પોતાના ઇન્ટસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કરી છે. અર્જુન કપૂરે જણાવ્યું કે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે એસિમ્પ્ટોમેટીક છે અને ડૉક્ટરની સલાહ મુજબ હૉમ ક્વૉરન્ટિન છે. અર્જુન કપૂરે લખ્યું છે કે, હું કોરોના પોઝિટિવ થઈ ગયો છું. આપ સૌને આ જાણકારી આપવી મારું કર્તવ્ય સમજું છું. હું ઠીક મહેસૂસ કરી રહૃાો છું, મારામાં મામૂલી લક્ષણ જોવા મળ્યા છે.
ડૉક્ટરની સલાહથી મેં મારી જાતને હૉમ ક્વૉરન્ટિન કરી લીધી છે. મને સપોર્ટ કરવા માટે હું આપ સૌનો એડવાન્સમાં આભાર વ્યક્ત કરું છું. હું મારા સ્વાસ્થ્યને લઈ આપ સૌને ભવિષ્યમાં જાણ કરતો રહીશ. આ અભૂતપૂર્વ સમય છે. મને વિશ્ર્વાસ છે કે માનવતા આ વાયરસ સામે જીતી જશે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કેસ ભારતમાં રોજેરોજ નવા રેકોર્ડ તોડી રહૃાા છે. દૃેશમાં કોવિડ-૧૯ના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા પણ રવિવારે ૭૦ હજારને પાર કરી ગઈ છે. ૨૪ કલાકમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક ૯૦ હજારથી વધુ નવા કેસ નોંધાવાતા કોરોના કહેરની ગંભીર સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. આવા માહોલમાં મુંબઈમાં લોકો ઘણા પડકારોનો સામનો કરી રહૃાા છે.
ખાસ કરીને બૉલિવૂડ ઇન્ડસ્ટ્રીના લોકો પણ તેનાથી ખૂબ પ્રભાવિત થઈ રહૃાા છે. થોડા સમય પહેલા જ અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્ર્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનને કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. અર્જુન કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની સંદીપ ઔર પિંકી ફરાર રિલીઝ માટે તૈયાર છે. સિનેમાઘરો ખુલતાં જ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે, કારણ કે લૉકડાઉન પહેલા આ ફિલ્મ રિલીજ થવાની હતી. આ ઉપરાંત અર્જુન કપૂરે વધુ એક ફિલ્મ સાઇન કરી છે. હજુ ફિલ્મનું નામ જાહેર નથી કરવામાં આવ્યું.